બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હીઃ , મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (00:44 IST)

શું આલિયા ભટ્ટ લગ્ન પહેલા પ્રેગનેન્ટ હતી? એકટ્રેસે વાતો વાતોમાં કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા

આલિયા ભટ્ટ (Alia Bhatt) માટે 2022 શાનદાર રહ્યું. એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા, જેના 2 મહિના પછી પ્રશંસકોને પ્રેગ્નન્સીના સારા સમાચાર આપ્યા અને નવેમ્બરમાં એક પુત્રીની માતા બની. અભિનેત્રીના જીવનનું છેલ્લું વર્ષ એટલું વ્યસ્ત હતું કે તે ચાહકોના ઘણા પ્રશ્નોના જવાબ આપી શકી ન હતી. હવે જ્યારે તેને થોડો સમય મળ્યો ત્યારે તેણે ઈન્ટરવ્યુ દ્વારા ચાહકોના કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો. ઘણા સમયથી ચાહકોના મનમાં એક સવાલ છે કે શું આલિયા લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી. જાણતા-અજાણતા આ સવાલનો જવાબ અભિનેત્રીએ  ફેન્સને આપી દીધો છે.
 
જ્યારે આલિયાએ પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું ત્યારે લોકોને એવું પણ લાગ્યું કે તેની પ્રેગ્નન્સીના કારણે તેને લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આલિયા ભટ્ટે સીધું કહ્યું નથી, પણ હાવભાવમાં ઘણું બધું કહી દીધું છે. આલિયાએ ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરી. જ્યારે આલિયાને પ્રેગ્નેન્સી દરમિયાન કામ વિશે પૂછવામાં આવ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે લોકોને ખબર પડી ગઈ કે તે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી.
 
આલિયાએ જણાવ્યું કે તેણે ગત વર્ષે જાન્યુઆરીમાં તેની પહેલી હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' સાઈન કરી હતી. તેણીએ પોતાની ફિલ્મનું શેડ્યૂલ એવી નક્કી કરવાનું હતું કે તેને પ્રેગ્નન્સીને કારણે પ્રોજેક્ટમાંથી પાછા હટવું ન પડે. ટીમે તેની સંપૂર્ણ સંભાળ રાખવાની ખાતરી આપી હતી. ફિલ્મના સેટ પર પણ તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટના આ શબ્દોથી ચાહકોને ખાતરી થઈ ગઈ હતી કે તે લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઈ ગઈ હતી.