1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

જેનેલિયાની અનોખી વાત

જેનેલિયા
IFM
જોવા જઈતો યુવા અભિનેત્રી જેનેલિયા ડિસૂજાને ફિલ્મોમાં કામ કરતા વધુ સમય નથી થયો, પરંતુ તેની સાથે થોડા જુદા પ્રકારની વિશેષતા જોડાઈ ગઈ છે. આ વિશેષતા છે - હિન્દીની સાથે જ તમિલ, તેલુગુ અને કન્નડમાં એકસાથે સુપરહિટ ફિલ્મો આપવી. આ વિશે જેનેલિયાએ પોતે જ જણાવ્યુ. તેના મુજબ કન્નડમાં એ 'સત્યા' તો તમિલમાં 'સંતોષ સુબ્રમણિયમ' અને તુલુગુમાં 'રેડી' નામની ફિલ્મો આપી ચૂકી છે. આ ત્રણે ફિલ્મો સફળ રહી છે. આ ઉપરાંત હિન્દીમાં તેની ફિલ્મ 'જાને તૂ યા જાને ન' તો છે જ. જેનેલિયા આ અંગે કહે છે કે 'હુ એકલી એવી હીરોઈન છુ કે જેણે એક વર્ષમાં ચાર ભાષોની હિટ ફિલ્મ આપી છે.'

આ ઉપરાંત એક વધુ રસપ્રદ વાત એ છે કે એ એકલી એવી અભિનેત્રી છે, જેને એક જ વાર્તા પર બનનારી ત્રણ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યુ. એ જણાવે છે કે તેલુગુ ફિલ્મ 'બોમ્મારિલ્લૂ' ને તમિલમાં 'સંતોષ સુબ્રમણિયમ'ના નામથી બનાવી છે. આ જ ફિલ્મ હિન્દીમાં 'ઈટ્સ માય લાઈફ'ના નામ પર બની રહી છે અને આ ત્રણેમાં જેનેલિયાએ કામ કર્યુ છે. ખરેખર, આ એક અનોખી વિશેષતા છે.
About Writer
નઇ દુનિયા