આજે સવારે લોકસભામાં નાણામંત્રી પ્રણવ મુખરજી બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે એક સાંસદની તબિયત એકાએક લથડતાં સંસદની કાર્યવાહી રોકવામાં આવી હતી.
નાણામંત્રી આજે લોકસભામાં આગામી ત્રણ મહિના માટેના વચગાળાના બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે સાંસદ વિરેન્દ્ર કુમારની તબિયત એકાએક લથડી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા અને સંસદની કાર્યવાહી 10 મિનિટ માટે રોકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, બજેટ કાર્યવાહીમાં આવી ઘટના પ્રથમ વખત બનવા પામી છે.