શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2019 (17:51 IST)

નવરાત્રિમાં નારંગી સિંદૂરના ઉપયોગનુ શુ છે મહત્વ ?

ચૈત્ર નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસનાનુ ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ દરમિયાન નવદુર્ગાની પૂજા એટલે કે મા દુર્ગાની સાથે સાથે તેમના નવ રૂપોની આરાધના કરવાથી જાતકના જીવનની દરેક સમસ્યા આપમેળે જ દૂર થઈ જાય છે.  જ્યોતિષ મુજબ તેમની પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.  પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેમની ઊજામાં સિંદુરનુ સૌથી વધુ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંદૂરના આ પ્રયોગ પાછળનુ અસલી કારણ એ છે કે તેનાથી માતા વધુ પ્રસન્ન થાય છે.  આ જ કારણ છે કે નવરાત્રિના નવ દિવસમાં મોટાભાગના ઘરમાં લોકો સિંદૂરનો પ્રયોગ કરીને દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે. હવે તમે વિચારશો કે અમે લાલ સિંદૂરની વાત કરી રહ્યા છે પણ ઉલ્લેખનીય છે કે અમે લાલ સિંદૂર નહી પણ નારંગી સિંદૂરની વાત કરી રહ્યા છીએ. 
 
અમે જાણીએ છીએ કે ખૂબ ઓછા લોકો હશે જેમને આ વિશે જાણ હશે. તો ચાલો અમે આજે તમને આ સાથે સંકળાયેલી માહિતી બતાવીએ છીએ કે કેમ નવરાત્રિમાં નારંગી સિંદૂરનો પ્રયોગ કરવામાં આવે છે ? સાથે જ તેનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનો શુ લાભ થાય છે તેના વિશે પણ જાણીશુ 
 
જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિ કર્જથી પરેશાન હોય તો પીપળના પાનમાં સિંદૂર નાખીને તેમા ચમેલીનુ તેલ મિક્સ કરીને પીપળના પાનને ચિકણા ભાગ પર સિંદૂરથી રામ લખીને તેને હનુમાનજીના ચરણોમાં ચઢાવો. 
 
- જે લોકોના વૈવાહિક જીવનમાં કોઈ પ્રકારની પરેશાની આવી રહી છે તો નવરાત્રિમાં કોઈપણ દિવસે એક પાનનુ પત્તુ લઈને તેના ચિકણા ભાગ પર સિંદૂરથી જ હ્રી લખીને મા દુર્ગાને અર્પિત કરો. 
 
આ ઉપરાંત જો કોઈની ગ્રહ દશા ખરાબ હોય તો તેણે મંગળવારના દિવસે ચમેલીનુ તેલ મિક્સ કરીને હનુમાનજીના ચરણોમાં લગાવો. પછી આ સિદૂરને દાન કરી દો. 
 
- ઉલ્લેખનીય છે કે જેની સાથે સંબંધો ઠીક ન હોય કે તેને તમે ન જાણતા હોય તો તેને સિંદૂર નહી આપવુ જોઈએ. એવુ કહેવાય છે કે અજાણ્યા લોકોને નવરાત્રિ દરમિયાન સિંદૂર આપવાથી વ્યક્તિની કિસ્મત પણ એ સિંદૂર સાથે જતી રહે છે. 
 
જ્યોતિષ મુજબ આ જ કારણોથી નવરાત્રિમાં સિંદૂરનો પ્રયોગ કરવામાં આવે છે.