ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (10:25 IST)

57 દિવસમાં પહેલીવાર નવા સંક્રમિત કેસ 200થી નીચે, રિકવરી રેટ 82.49%

કોરોનાના નવા સંક્રમિતોની સંખ્યાની દ્વષ્ટિએ બે મહિના (57 દિવસ) બાદ સુરત માટે રાહતના સમાચાર છે. આ બંને મહિનામાં પહેલીવાર સોમવારે નવા દર્દીઓની સંખ્યા 200થી નીચે આવી ગઇ છે. આ પહેલાં છેલ્લે 28 જૂનના રોજ 191 નવા સંક્રમિત કેસ આવ્યા હતા. ત્યારે કુલ દર્દી 4838 હતા અને જ્યારે 174 મૃત્યું થયા હતા અને 2913 દર્દી સ્વસ્થ્ય થયા હતા. તે દિવસે 191 નવા કેસ, 93 ની રિકવરી અને 8 મોત થયા હતા. મંગળવારે કુલ સંક્રમિતોની સંખ્યા 16 હજારને કરી જશે. સોમવારે 180 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં જ આ આંકડો 15 હજાર 993 થઇ ગયો. સોમવાર સુધી સુરતમાં કુલ દર્દી 19 હજાર 386 થઇ ગયા. પાંચ નવા મોતની સાથે કુલ 783 મોત થઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે સુરતમાં પહેલીવાર એક હજાર દર્દીઓ થતાં 61 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 
 
પહેલી જૂનથી અનલોક થયા બાદથી સ્થિતિ બગડી કારણ કે 68 દિવસના લોકડાઉનમાં દરરોજ સરેરાશ 25 પોઝિટિવ આવી રહ્યા હતા અને એક (1.06) મોત થઇ રહ્યા છે. અનલોકના ચોથા અઠવાડિયા સુધી 203થી વધુ નવા કેસ અને મોત પણ છ થઇ ગયા. 
 
ગુજરાત માટે સૌથી મોટી રાહત એ છે કે એક દિવસમાં આવનાર નવા સંક્રમિતો અને ડિસ્ચાર્જ થનારનો ગેપ બરાબર થઇ ગયો છે. સોમવારે 1,067 નવા દર્દીઓના મુકાબલે 1021 ડિસ્ચાર્જ પણ થઇ ગયા. થોડા દિવસોથી 1200 પાર ચાલી રહેલી નવા દર્દીઓની સંખ્યા એક હજારની આસપાસ પહોંચી ગઇ છે. સોઅમ્વારે દર્દીઓની સંખ્યા 87 હજાર 846 થઇ ગઇ છે. મૃત્યું પણ ઘટીને 13 થયા બાદ અત્યાર સુધી 2910 મૃત્યું થઇ ચૂક્યા છે. અત્યાર સુધી 70 હજાર 250 દર્દીઓ સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. સોમવારે  63 હજાર 65 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.