રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 20 જુલાઈ 2020 (13:06 IST)

COVID-19 Vaccine : દુનિયાની નજર ભારત પર, કોરોનાની વેક્સીન બનાવી રહી છે દેશની આ 7 કંપનીઓ

દુનિયામાં 1.44 કરોડથી વધુ લોકોને કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને છ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ સમયે, સૌથી વધુ જરૂર કોરોના વાયરસ વેક્સીન છે.  વિશ્વના ઘણા દેશોના વૈજ્ઞાનિકો આ પ્રયાસમાં લાગ્યા છે. સ્થાનિક ફાર્મા કંપનીઓની વાત કરીએ તો, ભારત બાયોટેક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ઝાયડસ કેડિલા, પેનાસીઆ બાયોટેક, ઇન્ડિયન ઇમ્યુનોલોજિક્સ, માયનવૈક્સ અને બાયોલોજિકલ ઈ કોવિડ -19 માટે રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. 
 
દેશમાં અડધા ડઝનથી વધુ મોટી કંપનીઓ વેક્સીન  બનાવે છે. આ સિવાય ઘણી નાની કંપનીઓ પણ વેક્સીન બનાવે છે. આ કંપનીઓ પોલિયો, મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, રોટાવાયરસ, બીસીજી, ઓરી, મંપ્સ  અને રૂબેલા સહિતના અન્ય રોગોની રસીઓ બનાવે છે.
 
કોવાક્સિન, ભારત બાયોટેક: તેનું ઉત્પાદન કંપનીની હૈદરાબાદ ફેક્ટરીમાં કરવામાં આવશે. કંપનીએ ગયા અઠવાડિયે માણસો પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી હતી. પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સને મંજૂરી આપવામાં આવી છે.
 
એસ્ટ્રાઝેનેકા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ વૈક્સીન : ફિલહાલ કંપની એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ વૈક્સીન પર કામ કરી રહી છે. કંપનીની યોજના છે કે ઓગસ્ટ 2020 માં ભારતમાં માનવીય પરીક્ષણો શરૂ કરવાની યોજના છે. તેનુ ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યુ  છે.
 
જાયકોવ-ડી, ઝાયડસ કેડિલા રસી: જો વેક્સીન હ્યુમન ટ્રાયલ દરમિયાન અસરકારક સાબિત થાય છે, તો રસી બજારમાં આવતા સાત મહિનાનો સમય લાગશે. કંપની અભ્યાસના પરિણામોને આધારે કામ કરશે. કંપનીને સાત મહિનામાં ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાની અપેક્ષા છે.
 
પેનેસીઆ બાયોટેક રસી: વેક્સીન વિકસાવવા માટે અમેરિકાના રેફેના સાથે કરાર કર્યો  છે. કંપની આયર્લેન્ડમાં સંયુક્ત સાહસ સ્થાપવાની યોજના ધરાવે છે. આવતા વર્ષે 4 કરોડથી વધુ ડોઝ સપ્લાય કરી શકાશે. . પ્રી  ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. 
 
ઈંડિયન  ઇમ્યુનોલોજિક વેક્સીન : વેક્સીન વિકસાવવા માટે ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યો છે.  આ કંપની ઓસ્ટ્રેલિયાની ગ્રીફિથ યુનિવર્સિટી સાથે મળીને રિસર્ચ કરશે. હાલમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
 
માયનવૈક્સ વેક્સીન : કંપની 18 મહિનામાં રસી બનાવવાની યોજના ધરાવે છે. કંપનીની બે ડઝન ટીમો રસી બનાવવાનુ  કામ કરી રહી છે. કંપનીએ 15 કરોડની રકમ માટે બીઆઇઆરએસીને અરજી કરી છે. હાલમાં પ્રી ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.