1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 2 જાન્યુઆરી 2021 (23:47 IST)

કોરોના વૈક્સીન માટે CoWIN એપ પર કરવુ પડશે રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વર્ષ 2021 માં કોરોનાવાયરસથી છુટકારો મેળવવા માટે વૈક્સીનેશન કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. શનિવારથી ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના રસીની ડ્રાય રન શરૂ થઈ ગઈ છે.
 
ભારતમાં લોકોને ગમે ત્યારે કોરોનાની વેક્સીન (Corona Vaccine) મળે તેવા એંધાણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Minister) કોરોના વેક્સિન વિતરણ પર ઓબ્ઝર્વેશન, ડેટા અને લોકોને વેક્સિન લગાવવા માટે રજિસ્ટ્રેશન (Registration) કરવા માટે CoWIN નામની એક એપ બનાવી છે. દેશના નાગરિકો જે હેલ્થ વર્કર (Health Workers) નથી તેમને કોવેક્સિન માટે CoWIN એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કર્યાં બાદ રજિસ્ટ્રેશન મોડ્યુલ દ્વારા લોકો કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
 
કોવિન એપમાં છે 5 મોડ્યૂલ 
 
CoWIN Appથી વેક્સિનેશન પ્રક્રિયાસ, વહીવટી પ્રક્રિયા, વેક્સિનેશન કર્મીઓ અને તે લોકો માટે એક પ્લેટફોર્મ માફક કામ કરશે જેમને વેક્સિન લગાવવામાં આવવાની છે. કોવિન એપમાં 5 મોડ્યુલ છે. પહેલો વહીવટી મોડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યુલ, ત્રીજું વેક્સિનેશન મોડ્યુલ અને ચોથું લાભાન્વિત સ્વિકૃતિ મોડ્યૂલ અને પાંચમું રિપોર્ટ મોડ્યુલ.
 
3 કરોડ હેલ્થ વર્કર 
સ્વાસ્થ્ય મંત્રીએ હવે માત્ર દેશના ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને ફ્રી વેક્સિન આપવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, ફ્રી વેક્સિન માત્ર તે લોકોને જ આપવામાં આવશે જે હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કર છે. એવા લોકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે. બાકીના લોકોને વેક્સિન કેવી રીતે લાગશે તેના પર જુલાઈ સુધીમાં નિર્ણય થશે.