મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (15:46 IST)

કોરોના વાયરસના કહેર વચ્ચે સિગાપુરમાં કંડોમ ખરીદવા માટે પડાપડી, કારણ જાણીને ચોંકી જશો

ચીન પછી સિંગાપુર પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયુ છે. 12 ફેબ્રુઆરી સુધી કુલ 47 મામલા સામે આવ્યા છે. સ્થાનીક સરકારે રોગ પ્રકોપ પ્રતિક્રિયા પ્રણાલીની સ્થિતિ (DORSCON)ઑરેંજ એલર્ટ 7 ફેબ્રુઆરીના રોજ જાહેર કરી દીધુ છે. 
 
સિંગાપુરના પ્રધાનમંત્રી લી હિસયન લૂંગે દેશને સંબોધિત કરતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી.  ત્યારબાદ જરૂરી સામાન ખરીદવા માટે સ્ટોર પર મોટી ભીડ લાગી ગઈ. લોકો ચોખા, ટોયલેટ પેપર, ટિશ્યુ બૉક્સ અને મૉસ્ક એકત્ર કરવામાં લાગી ગયા. 
 
આ દરમિયાન એ પણ અફવા ફેલાઈ કે કંડોમ કોરોનાથી બચાવમાં કારગર છે. તેથી લોકોએ કંડોમ ખરીદવા શરૂ કરી દીધા. મેડિકલ સ્ટોર પરથી આશ્ચર્યજનક રીતે કંડોમ ખતમ થઈ ગયા. સોશિયલ મીડિયા પર લોકો કંડોમને કોરોના વાયરસના બચાવનો સૌથી કારગર રીત બતાવી રહ્યા છે. લિફ્ટનુ બટન દબાવવાથી લઈને કારનો દરવાજો ખોલવા માટે લોકો હાથમાં કંડોમ પહેરતા જોવા મળી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાયરસના કહેરથી મરનારાઓની સંખ્યામાં દર મિનિટે વધારો થઈ રહ્યો છે અને હવે તેનાથી મરનારાઓની સંખ્યા વધીને 1631 થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આ બીમારીથી 143 લોકોના મોત થયા છે. શનિવારે આ માહિતી ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ આપી. 
 
ચીનમાં કોરોના વાયરસનો સૌથી વધુ આતંક હુબેઈ શહેરમાં જોવા મળી રહ્યો છે. નોવલ કોરોના વાયરસનુ કેન્દ્ર બનેલ  હુબેઈ ક્ષેત્રમાં આ બીમારીએ 2420 નવા લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે.  ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને કહ્યુ કે શુક્રવારે હુબેઈ શહેરમાં કોરોના વાયરસથી 139 લોકોના મોત થઈ ગયા.