શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 મે 2020 (09:36 IST)

મોહમ્મદ કૈફનો ખુલાસો - ધોની સાથે ડિનર પર કરેલા આ વર્તાવને લીધે હુ ટીમમાં સ્થાન ન મેળવી શક્યો

મહેન્દ્રસિંહ ધોનીએ જ્યારે વર્ષ 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે મોહમ્મદ કૈફ તે સમયે ટીમ ઈન્ડિયામાં તેમના કેરિયરના શિખર પર હતા. પરંતુ મોહમ્મદ કૈફે એક-બે વર્ષમાં જ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન ગુમાવ્યું, જ્યારબાદ તેઓ ફરી ક્યારેય ટીમમાં પોતાનુ સ્થાન ન મેળવી શક્યા. 
 
મોહમ્મદ કૈફે સ્પોર્ટસ સ્ક્રીન સાથે વાત કરતા એક ઘટના વિશે વાત  જ્યારે તેમણે આખી ભારતીય ટીમને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું.
 
કૈફે જણાવ્યું કે, નોયડામાં 2006 માં મેં બધા ભારતીય ક્રિકેટરોને મારા ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ હું સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મોટા ક્રિકેટરો સાથે વ્યસ્ત હતો, જેના કારણે હું મહેન્દ્ર સિંહ ધોની જેવા યુવા ખેલાડીને યોગ્ય રીતે અટેંડ ન કરી શક્યો. 
મોહમ્મદ કૈફે કહ્યું કે, જ્યારે હુ સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મોટા ક્રિકેટરોને ડિનર માટે બોલાવ્યા ત્યારે હું ખૂબ નર્વસ હતો. તત્કાલીન કોચ ગ્રેગ ચેપલ પણ હાજર હતા. મેં વિચાર્યું કે હું કેવી રીતે તેમને અટેંડ કરીશ. મારું સંપૂર્ણ ધ્યાન તેંડુલકર અને ગાંગુલી જેવા મોટા ક્રિકેટરોની મેજબાની તરફ હતું.
 
કૈફે કહ્યું કે એમએસ ધોની અને સુરેશ રૈના સહિત અન્ય યુવા ખેલાડીઓ જુદા રૂમમાં બેઠા હતા, પરંતુ હું વરિષ્ઠ ખેલાડીઓમાં વ્યસ્ત હતો. હું યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં, જે કદાચ ધોનીને ગમ્યુ નહી.
 
કૈફે હસીને કહ્યું, "આને કારણે જ્યારે 2007 માં ધોની કેપ્ટન બન્યા ત્યારે હું ટીમમાં કમબેક કરી શક્યો નહીં, તેઓ હંમેશા મને યાદ અપાવતા રહે છે કે જ્યારે તેઓ ઘરે આવ્યો ત્યારે મેં તેમનુ સારી રીતે ધ્યાન રાખ્યુ નહોતુ. 
 
કૈફે મજાકમાં કહ્યું કે, કદાચ ત્યારે ધોનીના કેપ્ટન બનતા પહેલા તેમને સારી રીતે બિરયાની ખવડાવી ન શક્યો જે મને ભારે પડી ગયુ. કૈફે કહ્યું કે ત્યારે ધોનીએ  રમૂજી રીતે ટોણો મારતા કહ્યુ હતુ કે જ્યારે તે ઘરે આવશે ત્યારે તે તેનુ ધ્યાન રાખશે નહીં.