સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 13 એપ્રિલ 2020 (18:34 IST)

વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે શેર કર્યો ફોટો, કેપ્શન તમારું દિલ જીતી લેશે

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેમનો પેટ ડૉગ ( Dude ડ્યૂડ) પણ વિરાટ અને અનુષ્કા સાથે  જોવા મળી રહ્યો છે. આ ફોટો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિરાટ અને અનુષ્કા આજકાલ મુંબઈમાં છે. બંને લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેંસ સાથે જોડાયેલા છે. વિરાટે શેર કરેલો ફોટો જેટલો જ સુંદર છે તેટલુ જ સુંદર તેનુ  કેપ્શન છે. 
 
વિરાટ, અનુષ્કા અને તેમનો પેટ ડૉગ બધા જમીન પર સૂતેલા છે, આ ફોટામાં અનુષ્કા તેના પેટ ડોગને કિસ કરી રહી છે, જ્યારે વિરાટ તેની સામે જોઇ રહ્યો છે. આ ફોટોને શેર કરતાં વિરાટે લખ્યું છે કે, "જીવનમાં શું મહત્વનું છે તેનુ જ્ઞાન હોવુ એ પણ એક આશીર્વાદ છે. "કોવિડ-19 રોગચાળો (કોરોના વાયરસ ચેપ) ના વધતા જતા ખતરા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી દેશભરમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી હતી. આ રોગચાળાએ વિશ્વભરના લાખો લોકોને ચેપ લગાવ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરાયું છે.