ધોનીની મેકઅપ આર્ટિસ્ટે જીવાનો વીડિયો શેયર કરતાં કહ્યું કે, જલ્દી મારી નોકરી જતી રહેશે

dhoni
Last Modified શનિવાર, 4 એપ્રિલ 2020 (23:12 IST)
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભયાનક કોરોના વાયરસ રોગને કારણે ક્રિકેટ અને અન્ય રમતો મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે ખેલાડીઓને ઘરે બેસવાની ફરજ પડી છે. આને કારણે લોકો ક્રિકેટના મેદાન પર તેમના પ્રિય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની રાહ જોઈ રહ્યા છે. ધોની લાંબા સમય બાદ આઈપીએલમાંથી ક્રિકેટ મેદાન પર પાછા ફરવાનો હતો પરંતુ આ રોગચાળાને કારણે તેને હવે વધુ રાહ જોવી પડશે.
આવી સ્થિતિમાં, એમએસ ધોનીના
મેકઅપની આર્ટિસ્ટ સપના ભાવનાનીએ ધોની અને તેની પુત્રી જીવાનો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં જીવા તેના પિતાનો મેકઅપ કરતી જોવા મળી રહી છે.

મેકઅપ આર્ટિસ્ટ સપના ભાવનાનીએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં જીવા ધોનીના ખોળામાં બેસી છે અને તેના મોં ઉપર બ્રશ વડે મેકઅપ એપ્લાય કરી રહી છે. આ ટવીટમાં કેપ્શન આપતી વખતે સપના ભાવનાનીએ લખ્યું છે કે મને લાગે છે કે આ સુંદર છોકરીએ મારી નોકરી છીનવી લીધી છે. કૃપા કરી તેને કહો કે સપના ભાવનાની ઘણા વર્ષોથી ધોની સાથે જોડાયેલી છે. તે ધોનીની સારી મિત્ર પણ છે અને તેની હેરસ્ટાઇલ પણ તે જ નક્કી કરે છે.આ પણ વાંચો :