બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (18:37 IST)

WI પ્રવાસમાં નહી જાય ધોની, આર્મીમાં ટ્રેનિંગ માટે લીધી 2 મહિનાની રજા

ભારતીય ટીમના પૂર્વના કપ્તાન મહેન્દ સિંહ ધોનીએ પોતાના ભવિષ્યને લઈને લગાવેલ અટકળો વચ્ચે વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે ખુદને ગેરહાજર બતાવ્યા. પ્રાદેશિક સેનાની પૈરાશૂટ રેજિમેંટમાં માનદ લેફ્ટિનેટ  કર્નલના પદ પર કાર્યરત ધોની વિશે એ જાણવા મળ્યુ છે કે તેઓ આગામી 2 મહિના રેજિમેંટ સાથે વિતાવશે.  
 
બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ આ વાતની ચોખવટ કરી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યુ  ધોનીએ વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે ખુદને ગેરહાજ્ર બતાવ્યા છે. કારણ કે તેઓ પોતાના આગામી બે મહિના પોતાના અર્ધસૈનિક રેજિમેંટ સાથે વિતાવશે.  ઝારખંડના 38 વર્ષીય ધોનીએ રવિવારે પસંદગી સમિતિની બેઠક પહેલા બીસીસીઆઈને પોતાનો નિર્ણય બતાવ્યો. 
 
અધિકારીએ જોએ એ સ્પષ્ટ કર્યુ કે ધોની હાલ ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યા. તેમણે કહ્યુ - અમે ત્રણ વસ્તુઓ કહેવા માંગીએ છીએ. તેઓ પોતાના ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યા. તે પોતાના અર્ધસૈનિક રેજિમેંટની સેવા માટે બે મહિનાનો આરામ લઈ રહ્યા ચ હે જે તેમને ખૂબ પહેલા જ નક્કી કર્યુ હતુ.