સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 9 મે 2020 (09:26 IST)

Corona Virus Gujarat Upadate : ગુજરાતમાં 24 કલાકમાં 390 નવા કેસ અને પ્રતિકલાકે એકનું મૃત્યુ

ગુજરાતમાં કોરોના સંક્રમણના સાત હજારથી વધારે દરદીઓ હોવાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોના 7403 કેસ છે અને મરણાંક 449 થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 390 નવા કેસ સામે આવ્યા છે અને 24 મૃત્યુ નોંધાયા છે.
 
હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 7403 કેસની પુષ્ટિ થઈ ગઈ છે અને મરણાંક 449 છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમણમાંથી 1872 લોકો સાજા થયા છે.
 
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઍપિસેન્ટર બનેલા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 269 કેસ આવ્યા અને રાજ્યમાં નોંધાયેલા 24માંથી 22 મૃત્યુ અમદાવાદમાં થયા હતા.
 
વડોદરા અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 25-25 નવા કેસ આવ્યા.
 
અરવલ્લીમાં 20 નવા કેસ સામે આવ્યા છે. અરવલ્લીમાં કુલ 61 કેસ છે જેમાંથી 45 કેસ છેલ્લા બે દિવસમાં આવ્યા છે.
 
સુરતમાં કુલ 824 થઈ ગયા છે અને વડોદરામાં 465 કેસ છે.
 
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 1,975 કેસ સામે આવ્યા છે.
 
પ્રવાસી મજૂરોને પરત વતન મોકલવા માટે શુક્રવારે પણ 33 ટ્રેનો રવાના કરવાની માહિતી આપવામાં આવી હતી.
 
ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહેબ થોરાટે એક ટ્વીટ કરીને કહ્યું કે પરપ્રાંતીય મજૂરોનો પ્રશ્ન ગંભીર છે, કૉંગ્રેસ પાર્ટી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોની યાત્રાનો ખર્ચ ઉપાડવા માટે તૈયાર છે. છતાં ગુજરાત સરકાર નાગરિકોને સ્વીકાર નથી કરી રહી, એ દુર્ભાગ્યપૂર્ણ છે.
 
તેમણે લખ્યું કે ગુજરાત સરકારે હજી સુધી મુંબઈથી સમ્ખિયાલી (કચ્છ) સુધી 1,299 ગુજરાતી ભાઈઓની યાત્રાને મંજૂરી નથી આપી. એ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજ્યોએ પણ પોતાના પ્રવાસી મજૂરોને પ્રવેશની પરવાનગી નથી આપી.