1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (12:31 IST)

બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે રેમડેસિવીર ઇંજેક્શન મંગાવી વેચનાર ગેંગનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇંજેક્શનને ગેરકાયદેસર રીતે વેચનાર વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે. એક અઠવાડિયામાં બીજીવાર આ મોટી કાર્યવાહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અમદાવાદ અને સુરતની ટીમે આ કાર્યવાહી કરી હતી. ટીમે અમદાવાદ અને સુરતમાં રાત્રે 12 થી સવારે 4 વાગ્યા વચ્ચે રેડ પાડીને ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. બંને શહેરોમાં તેમને લાખો રૂપિયાના ઇંજેક્શન જપ્ત કર્યા છે. રેમડેસિવીર ઇંજેક્શન બાંગ્લાદેશથી લાવીને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવતા હતા. જોકે ઇંજેક્શન છે કે નકલી તેની પુષ્ટિ થઇ નથી. નવી ગેંગમાં પણ સુરતનો એક વ્યક્તિ યશ માથુકિયા સામેલ છે. 
 
ગેંગ ઇમ્પોર્ટ લાઇસન્સના ઇંજેક્શન મંગાવી રહ્યું હતું. સુરત બ્રાંચના ડેપ્યુટી કમિશ્નર આર.એમ.પટેલ અને ટીમે યશને રેમડેસિવીરને બે વાયરલ 181-8 હજાર રૂપિયામાં નીરૂ ફાર્મ, કતારગામ રોડ પરથી ધરપકડ કરી. આરોપીના ઘરેથી રેમડેસિવીર 100 એમજીના કુલ 15 ઇંજેક્શન તથા એક્ટેમરા 400 એમજી (ટોસિલિઝૂમૈબ ઇંજેક્શન)ના 3 ઇંજેક્શન પણ મળ્યા છે, જેની કિંમત 4.65 લાખ રૂપિયાની નજીક છે. તે પહેલાં 18 જુલાઇના ટોસિલિજુમેબના નકલી ઇંજેક્શન વેચનાર પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમને સુરતના સોહેલ ઇસ્માઇલ તારી તૈયાર કરતો હતો. 
 
કમિશ્નર ડો એચજી કોશિયાના અનુસાર કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓ માટે ઉપયોગી ઇંજેક્શનની કાળાબજારી પર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ આકરી નજર રાખી રહ્યું છે. અમદાવાદના એક મેડિક રિપ્રેજેંટેટિવ (એમઆર) સંદીપ માથુકિયાને બનાવટી ઓર્ડર આપીને આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. અમદાવાદના ઇંદ્વપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુરમાં રહેનાર સંદીપ માથુકિયા એબોટ ઇંડીયા લિમિટેડ કંપનીમાં એમઆર છે. તે સુરતના યથ માથુકિયા સાથે મળીને ગેંગ ચલાવી રહ્યો હતો. ત્યાંથી 99 ઇંજેક્શન જપ્ત થયા છે. વિભાગને 21 જુલાઇના રોજ પહેલીવાર આ ગેંગનો ક્લૂ મળ્યો હતો.
 
માર્કેટમાં 4200 રૂપિયામાં વેચાનાર આ ઇંજેક્શન 18 હજારથી 25000 રૂપિયામાં વેચવામાં આવતા હતા. રેમડિસીવરના 86 ઇંજેક્શન અત્યાર સુધી વેચી ચૂક્યા છે. ગત દિવસમાં ગેંગે 200 ઇંજેક્શનની ખેપ મારી છે. બાંગ્લાદેશના પ્રિંટેડ કિંમત લગભગ 5000 થી 6000 રૂપિયા હોય છે. આ ગેંગનું સંચાલન સંદીપ માથુકિયા અમદાવાદથી નેટવર્ક ચલાવી રહ્યો હતો.