શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 23 જૂન 2020 (17:23 IST)

કોરોનાની મળી દવા, બાબા રામદેવે આજે રાષ્ટ્રનેસમર્પિત કરી પતંજલિ નવી શોધ, જાણો આ દવા વિશે

યોગ ગુરૂ સ્વામી રામદેવે આજે કોવિડ 19 માટે સારવાર હેતુ 'કોરોનિલ ટેબલેટ'ને આજે રજૂ કરી હતી. કોરોનાની પહેલી આયુર્વેદિક દવા કોરોનિલના પ્રસ્તૃતિકરણના અવસર પર સ્વામી રામદેવે કહ્યું આ દવા જે દર્દીઓ પર 'ક્લિનિકલ ટ્રાયલ' કરવામાં આવ્યું, તેમાં 69% દર્દી ફક્ત 3 દિવસમાં પોઝિટિવથી નેગેટિવ અને સાત દિવસની અંદર 100% દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ ગયા છે. દવાનો પ્રયોગ 280 લોકો પર કરવામાં આવ્યો હતો.   
 
સ્વામી રામદેવે કહ્યું કે અમારી દવા 100% રિકવરી રેટ છે, અને 0% ડેથ રેટ છે. ભલે લોકો આ પ્રશ્ન કરે તથા શંકા કરે, પરંતુ અમારી પાસે દરેક પ્રશ્નનો જવાબ છે. અમે તમામ વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.  
 
પતંજલિ યોગપીઠ અનુસાર કોરોના ટેબલેટ પર થયેલી શોધ પતંજલિ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટ હરિદ્વાર અને નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જયપુરના સંયુક્ત પ્રયાસોના પરિણામ છે. આ દવાનું નિર્માણ દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વારમાં કરવામાં આવ્યું છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોની ટીમ, રિસર્ચકર્તા અને ડોક્ટરો પણ ઉપસ્થિતિ હતા. થોડા દિવસો પહેલાં આર્ચાય બાલકૃષ્ણે કહ્યું હતું કે પતંજલિ અનુસંધાન સંસ્થામાં પાંચ મહિના સુધી ચાલેલા રિસર્ચ અને ઉંદર પર ઘણા સફળ પરીક્ષણ બાદ કોવિડ 19ની આયુર્વેદિક દવા તૈયાર કરવામાં અમને સફળતા મળી છે. તેના માટે જરૂરી ક્લીનિકલ કેસ સ્ટડી પુરી થઇ ચૂકી છે. 
 
શું-શું છે દવામાં સામેલ
આચાર્ય બાલકૃષ્ણના અનુસાર દવામાં અશ્વગંધા, ગિલોય, તુલસી, શ્વસારિ રસ તથા અણુ તેલ છે. આ દવા પોતાના પ્રયોગ, સારવાર અને પ્રભાવના આધારે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ સંસ્થાઓ, જર્નલ વગેરે પ્રમાણિત છે. અમેરિકાના 'બાયોમેડિસિન ફાર્માકોથેરેપી ઇન્ટરનેશન જર્નલ' માં આ શોધનું પ્રકાશન પણ પણ થઇ ચૂક્યા છે.
 
આ રીતે કામ કરે છે દવા
આચાર્ય બાલકૃષ્ણના અનુસાર દિવ્ય કોરોનિલ ટેબલેટમાં સામેલ અશ્વગંધા કોવિડ 19ના આરબીડીને માનવ શરીરના એસીઇ મળવા દેતા નથી. તેનાથી સંક્રમિત માનવ શરીરની સ્વસ્થ્ય કોશિકાઓમાં પ્રવેશ ન કરી શકતા નથી. તો ગિલોય પણ સંક્રમણ થતા અટકાવે છે. તુલસીનો કમ્પાઉન્ડ કોવિડ 19ના આરએનએ પોલીમરીઝ પર એટેકે કરી તેના ગુણાંકમાં વૃદ્ધિ કરવાના દરને ન ફક્ત રોકે છે, પરંતુ સતત સેવનને ખતમ કરી દે છે. તો બીજી તરફ શ્વસારિ રસ ગાઢ બલગમને બનતાં રોકે છે, અને બનેલા બલગમને ખતમ કરી ફેફસાંના સોજા કરી દે છે.