મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 18 મે 2020 (12:04 IST)

યોગી સરકારે ફ્રી 'ઘર વાપસી' જાહેરાત, સુરતમાં સર્જાયા આવા દ્વશ્યો

લોકડાઉનના લીધે દેશના અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પગપાળા પલાયન બાદ આ મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. લોકડાઉન વધતાં જતાં જ્યારે ટ્રેન અને બસ ન મળી તો શ્રમિકો પદપાળા જ પોતાના રાજ્યો તરફ જવા લાગ્યા. વધતા જતા દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને આ છૂટ આપી દિધી છે કે પોતાના રાજ્યના મજૂરોને અન્ય રાજ્યોથી પરત બોલાવી શકે છે. છૂટ મળી, ટ્રેન દોડી પરંતુ તેમછતાં મજૂરો પાસે રેલભાડું વસુલવામાં આવ્યું. 
 
સુરતથી શ્રમિકો ટ્રેન વડે પોતાના ગૃહ રાજ્ય જનાર મજૂરોને ભાડુ કરતાં વધુ પૈસા ચૂકવવા પડ્યા ત્યારે જઇને તેમને પોતાના રાજ્ય પરત ફરવાની તક મળી. આ બધાની વચ્ચે સુરતના સમાચાર પત્રોમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક જાહેરાતને લઇને ઘમાસાણ મચી ગઇ હતી. સમાચારપત્રોમાં આપવામાં આવેલી જાહેરાતમાં યોગી સરકારે દાવો કર્યો કે સરકાર તેમની મફતમાં જ ઘર વાપસીની વ્યવસ્થા કરી રહી છે. 
 
સરકાર તરફથી અપીલ પણ કરવામાં આવી છે કે જ્યાં મજૂર છે, ત્યાં રહે. પગપાળા દ્વિચક્રી વાહનો  અથવા ટ્રકમાં મુસાફરી ન કરે. યોગી સરકારે આ જાહેરાતને લઇને ચર્ચા એટલા પણ થઇ રહી છે કે સુરતથી જે મજૂર શ્રમિક સ્પેશિલ ટ્રેન વડે યુપી જઇ રહ્યા છે તેમને પૈસાની અવેજમાં વધુ પૈસા ચૂકવવા પડ્યા છે. મજૂર જ સરકારની જાહેરાત અને મંશા પર સવાલ ઉઠાવી રહ્યા છે. 
 
એક મજૂરે જણાવ્યું હતું કે અમને ટિકીટ માટે દલાલને પૈસા ચૂકવવા પડ્યા, પરંતુ ટિકીટ ન મળી. યૂપી નિવાસ કેટલાક અન્ય લોકોએ જાહેરાતને લઇને સવાલ ઉઠાવ્યા છે કે જે લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેન વડે પોતાના ગૃહ રાજ્ય પરત ગયા છે, તેમને નિર્ધારિત ભાડા કરતાં વધુ રકમ ચૂકવવી પડી છે.