બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (12:47 IST)

ઓમિક્રોન મુદ્દે ડરામણો રિપોર્ટ- ભારતમાં ઓમિક્રૉનના 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવે છે : મનુસખ માંડવિયા

ભારતમાં ઓમિક્રૉન સંક્રમિતોની સંખ્યા 200, મહારાષ્ટ્ર અને દિલ્હી સૌથી મોખરે
 
ભારતમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનનાં સંક્રમિતોની સંખ્યા 200 પર પહોંચી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.
 
આંકડાઓ અનુસાર ભારતમાં સૌથી વધુ 54-54 કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. જ્યારે તેલંગણામાં 20 અને કર્ણાટકમાં 19 કેસો સામે આવ્યા છે.
 
ભારતમાં ઓમિક્રૉનના 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવે છે : મનુસખ માંડવિયા
ભારતમાં સોમવાર સુધીમાં નોંધાયેલા કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 80 દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હોવાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્ય સભામાં જણાવ્યું હતું.
 
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા ઓમિક્રૉનના 161 દર્દીઓ પૈકી 13 ટકા દર્દીઓ હળવાં લક્ષણો ધરાવતા હતા. જ્યારે 80 ટકા દર્દીઓ નહિવત્ લક્ષણો ધરાવતા હતા.
 
જ્યારે 161માંથી 44 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર હાલમાં આ વૅરિયન્ટની ગતિવિધિઓ પર ધ્યાન રાખી રહી છે અને વૅરિયન્ટ પર વૅક્સિનની અસર તપાસવા માટે પ્રયોગો પણ ચાલી રહ્યા છે