શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : સોમવાર, 20 ડિસેમ્બર 2021 (11:23 IST)

omicron variant symptoms- ઓમિક્રોનના લક્ષણો શું છે

સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.
 
ઓમિક્રોન ડેલ્ટા વેરિયંટ કરતા 6 ગણુ વધારે શક્તિશાળી છે. ઓમિક્રોનના અત્યાર સુધી 50 મ્યુટેશન થઈ ગયા છે. ઓમિક્રોન પર મોનોક્લોનલ એંટીબૉડી થેરપી પણ બેઅસર થઈ રહી છે.
 
કેવી રીતે જાણશો કે વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત છે
ઓમિક્રૉનની સાથે આ સારી વાત છે કે આની તપાસ કેટલાક આરટી-પીસીઆર ટેસ્ટ થી થઈ શકે છે. આ વાત ઓમિક્રૉનની તપાસ તથા તેને ફેલતો રોકવામાં મદદ મળશે. કેટલાક અન્ય વૅરિયન્ટની તપાસ માટે જેનેટિક સિક્વેન્સની મદદ લેવી પડે છે.
 
ઓમિક્રૉનનાં લક્ષણો શું છે?
ઓમિક્રોનના લક્ષણ વિશે WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણ સામે નથી આવ્યા, પરંતુ સાઉથ આફ્રિકાના ડૉ. એન્જેલિક કોએટ્જી જેને સૌથી પહેલા COVID-19 ઓમાઈક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ કર્યો હતો. તેમના અનુસાર, ઓમિક્રોનના “અસમાન્ય પરંતુ હળવા” લક્ષણ જોવા મળી રહ્યા છે.
ડૉ. એન્જેલિક કોએટ્જીના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટા કરતા અલગ છે. કોરોનાના બીજા વેરિઅન્ટથી ઈન્ફેક્ટ થવા પર સ્વાદ અને સુંઘવાની ક્ષમતા પર અસર પડતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણ નથી જોવા મળી રહ્યા. સાથે ગળામાં દુખાવો તો રહે છે પરંતુ કફની ફરિયાદ જોવા નથી મળી.
 
ઓમિક્રોનના લક્ષણો
- થાક લાગવી.
- હળવુ તાવ આવવું
- ગળામાં દુખાવો
- માથામાં દુખાવો
- સ્નાયુઓમા6 દુખાવો
ઓમિક્રોન ફેલાવતા રોકવવા માટે આ બાબતોનો ધ્યાન રાખવું
- વેક્સિનના બન્ને ડોઝ લેવા
- માસ્ક પહેરીને જ બહાર જવું.
- રેગ્યુલર હાથ ધોવા
- સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન કરવું.
- ભીડવાળી જગ્યા પર જવાનુ ટાળવું.