સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 23 મે 2020 (10:51 IST)

સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારી, વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતા મહિલાનુ મોત

સિવિલ હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, સોલા સિવિલમાં મહિલાને દાખલ કરાયા બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા, પણ ગુરુવારે મોડી રાત્રે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ જેવું થયા બાદ મહિલાને મૃત જાહેર કરાતા હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ સગાએ કર્યો છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ આવી કોઇ ઘટના ન બની હોવાનું જણાવી રહ્યું છે.
 
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ગોમતીપુરના 55 વર્ષીય પરવીનબાનુ પઠાણના પુત્ર આમીરખાન પઠાણે જણાવ્યા મુજબ સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં ધડાકો થયા બાદ તેની માતાનું મૃત્યુ થયું હતું. મારી માતાને હૃદયમાં તકલીફ હોવાથી 20મીએ સારવાર માટે GCS હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ICUમાં બેડ ખાલી ન હોવાથી સોલા સિવિલમાં લઇ ગયા હતા. સોલા સિવિલ પહોચ્યા બાદ માતાને ખાંસી ચઢી એટલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે વેન્ટિલેટરમાં ધડાકા જેવું થયા બાદ માતાને મૃત જાહેર કરાઈ હતી. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજી તરફ સોલા સિવિલના એક અધિકારીએ વેન્ટિલેટરમાં ધડાકો થયાની કોઇ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું.
 
હોસ્પિટલના તંત્રએ જણાવ્યા મુજબ જો વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થાય તો તરત જ આગ લાગે પરંતુ આવુ કશું થયું નથી. મહિલાને પહેલા જ્યારે જીસીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ICUમાં બેડ ખાલી નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે મહિલાને સોલા સિવિલ લઈ જવા પડ્યા હતા. પરંતુ જીસીએસ હોસ્પિટલના ICU વોર્ડમાં બે બેડ ખાલી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે GCS હોસ્પિટલના જણાવ્યા મુજબ જે દર્દીઓ દાખલ છે તેમને જરૂર પડે એટલે બેડ ખાલી છે.

મૃતકના પુત્રે વધુમાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક મીટરમાં જેમ ખટાક અવાજ સાથે બ્લાસ્ટ થાય છે તેવી રીતે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થતાંની સાથે વેન્ટિલેટર બંધ થઇ ગયું હતું, જેથી મારો ભાઈ ડોક્ટરોને બોલાવવા ગયો પણ 13 મિનિટ પછી ડોક્ટરો આવ્યા અને બીજું વેન્ટિલેટર બદલ્યું હતું, ત્યાં સુધી મારી માતાનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. ત્યારબાદ પાઇપ નાખી અને હૃદય ચાલુ થાય તે માટેનું ઇન્જેક્શન આપ્યું હતું. પલ્સ અને ઇસીજી કરતાં 3 મિનિટ પછી ગ્રીન લાઇન આવી જતા રાત્રે તેમને મૃત જાહેર કરી હતી. પરંતુ, વેન્ટિલેટરમાં બ્લાસ્ટ કેમ થયો તેનો ડોક્ટરોએ કોઇ જ જવાબ આપ્યો નથી.