ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 23 મે 2020 (09:35 IST)

કોરોનાથી મુક્ત સિક્કિમ, 15 જૂનથી ખુલશે શાળા-કોલેજ, 9th થી 12th સુધીના ક્લાસ શરૂ થશે

સિક્કિમ સરકારે 15 જૂનથી શાળા અને કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે. સિક્કિમ કોરોના મુક્ત થઈ ચુક્યુ છે. તેથી સરકારે શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો છે.   સિક્કિમ પ્રથમ એવુ રાજ્ય હઅશે જે કોરોના મુક્ત થઈને શાળા ખોલી રહ્યુ છે.  હાલ દેશની તમામા શાળા-કોલેજ બંધ છે.  રાજ્યના શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યુ કે આ નિર્ણય મોટી કક્ષાઓ અને બોર્ડ પરીક્ષાઓના મહત્વને જોતા લેવામાં આવ્યો છે. 
 
સિક્કિમના શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચા એ કહ્યું કે અમે તમામ સ્કૂલ અને કોલેજ 15મી જૂનથી ફરી ખોલી રહ્યા છીએ. અમે 9 થી 12 ધોરણની સ્કૂલ શરૂ કરીશું જ્યારે નર્સરી થી આઠમા ધોરણ સુધીના ક્લાસીસ હજુ રદ્દ રહેશે. સોશિયલ ડિસ્ટેન્સિંગને જોતા સ્કૂલોમાં સવારની પ્રાર્થનાની મંજૂરી નહીં. તેમણે કહ્યું કે આઠમા ધોરણ સુધીના કલાસ આગળના આદેશ સુધી રદ્દ રહેશે.
 
બાકી કલાસીસ માટે સિક્કિમમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ ચાલુ રહેશે. શિક્ષા મંત્રીએ કહ્યું કે વાર્ષિક પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021 સુધી ટાલી દેવામાં આવી છે. આથી અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકાય. તેની સાથે જ શનિવારના રોજ પણ સ્કૂલો ખૂલશે. કોલેજ અને યુનિવર્સિટીમાં બે શિફ્ટો ચાલશે. આ દરમ્યાન સોશિયલ ડિસ્ટેંસિંગ અને અન્ય સુરક્ષાના માપદંડોનું પાલન કરવું જરૂરી હશે.