શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 એપ્રિલ 2020 (14:41 IST)

રેશન કાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ શરૂ, રાશન લેવા લાઈનો લાગી

આજથી સમગ્ર રાજ્યના અંત્યોદય અને પીએચએચ રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ અપાવાનો પ્રારંભ થયો છે. જેના અનુસંધાને વહેલી સવારથી જ રસ્તા અનાજની દુકાનોએ અનાજ લેવા માટે લાભાર્થીઓની લાઇનો લાગી છે. દર મહિને રસ્તા અનાજની દુકાનમાંથી જે લોકો અનાજ મેળવી રહ્યા છે તેમને જ આ યોજનાનો લાભ મળશે. આ સુવિધા ત્રણ દિવસ માટે ચાલુ રહેશે. આ ઉપરાંત જેમની પાસે રાશન કાર્ડ નથી તેવા લોકોને આ યોજના પૂરી થયા બાદ અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ પૂરું પાડવામાં આવશે. અંદાજ પ્રમાણે રાજ્યની 3 કરોડ 20 લાખ જનતાને મફતમાં રાશનનો લાભ મળશે.રાજ્યમાં સવારથી જ ઘંઉ, ચોખા, દાળ અને ખાંડ લેવા માટે લોકોએ પડાપડી કરી છે. ગુજરાતમાં એક અંદાજ મુજબ 65.40 લાખ રેશન કાર્ડ ધારક પરિવારોને આ યોજનાનો લાભ મળશે.વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિગ જાળવીને એકઠા થયા વગર અનાજ મેળવી શકે 
 
તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકો આવા લાભાર્થીઓને 25-25ના લો માં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.ત્રણ દિવસ બાદ એટલે કે ચોથી એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જેઓ રેશન કાર્ડ ધરાવતા નથી તેમજ અન્ય પ્રાંત કે રાજ્યમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે વસેલા છે તેમને અન્ન બ્રહ્મ યોજના અન્વયે અનાજ અપાશે.બીજી તરફ શહેરમાં અનેક દુકાનધારકો ફિગર પ્રિન્ટ પર રાશન આપતા હોવાના પણ ફરિયાદ સામે આવી હતી. નોંધનીય છે કે એક તરફ સરકારે જાહેરાત કરી છે કે બીપીએલ કાર્ડ ધારકો, પી એચ એસ કાર્ડ ધારકોને ફિગર પ્રિન્ટ વગર સસ્તા અનાજની દુકાનમાં અનાજ આપવાનું છે. પરંતુ કેટલીક દુકાન પર ફિગર પ્રિન્ટ લઇ અનાજ અપાતા કાર્ડ ધારકોમા રોષ જોવા મળ્યો હતો.