મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 31 મે 2020 (12:09 IST)

8 જૂનથી અનલૉક થશે દેશ, પણ કરવુ પડશે આ 10 નિયમોનુ પાલન

કોરોના વાયરસને ફેલાતા અટકાવવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને અમલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરાં વગેરેને 8 જૂનથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ધીરે ધીરે થિયેટર, જીમ, સ્વિમિંગ પૂલ અને પરિવહન પણ શરૂ થશે, । જો કે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે લોકોએ આ સંક્રમણને રોકવા અને ખુદને બચાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવાની જરૂર રહેશે. તો આવો જાણીએ એ 10 નિયમો વિશે જેનું પાલન દરેક વ્યક્તિ કરવુ જરૂરી રહેશે
 
1  ફેસ કવર - 
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તમામ જાહેર સ્થળો, કાર્યસ્થળોએ તમારે ફેસ કવર કરવો જરૂરી રહેશે. પીએમ મોદીએ અગાઉ પણ કહ્યું છે કે લોકોએ ઘરેલું માસ્ક 
 
અથવા ગમછાનો ઉપયોગ કરે. 
 
2. સોશિયલ ડિસ્ટેસિંગ - લોકોને ફૂટ એટલે કે એક બીજાની વચ્ચે લગભગ બે ગજનું અંતર જાળવવાની સૂચના આપવામાં આવી છે. સ્ટોર્સ પર એક સાથે 5 થી 
 
વધુ ગ્રાહકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.  
 
3. ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ - સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ. લગ્ન માટે 50 જેટલા મહેમાનો જ્યારે અંતિમ યાત્રામાં 20 થી વધુ લોકો એકત્ર થઇ શકશે નહીં.
 
4. જાહેર સ્થળોએ થૂંકવા પર દંડ - કેન્દ્ર એ માર્ગદર્શિકામાં કહ્યું છે કે જો કોઈ જાહેર સ્થળોએ થૂંકશે તો રાજ્ય સરકારના નિયમ મુજબ તેને દંડ કરવામાં આવશે.
 
5. દારૂ, પાન, મસાલા, ગુટખા, તમાકુ -  જાહેર સ્થળોએ આ પદાર્થોના સેવન પર પ્રતિબંધ રહેશે.
 
6. વર્ક ફ્રોમ હોમ - ગૃહ મંત્રાલયે કહ્યું છે કે શકય હોય તો કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે હાલ  કાર્યાલયોમાં વધુ લોકોને એકઠા ન કરવા જોઈએ.
 
7. રોટેશન સિસ્ટમ - કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, બજારો અને અન્ય સ્થળોએ રોટેશન સિસ્ટમ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે.
 
8. સ્ક્રીનીંગ અને હાઇજીન - કોઈ કોમન એરિયામાં પ્રવેશતા પહેલા થર્મલ સ્કેનીંગ, હેન્ડવોશ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે.
 
9. સેનિટાઇઝેશન - જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે ત્યાં નિયમિત રીતે સેનિટેાઇઝેશન કરવાનો નિર્દેશ. ડોર હેન્ડલ્સને પણ સેનિટાઇઝ કરવા પડશે. 
 
10. કાર્યસ્થળ પર સોશિયલ ડિસ્ટેંસિંગ - કાર્યસ્થળો પર સોશિયલ ડિસ્ટેસિંગ અને શિફ્ટ વચ્ચેનું અંતર રાખવાનો નિર્દેશ. શિફ્ટ અને લંચ બ્રેક વચ્ચે પણ સમય હોવો જોઈએ.