શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 6 મે 2020 (08:11 IST)

કોરોનાનો કહેર ક્યારે થમશે ? અમેરિકામાં 70 હજારથી વધુ મૃત્યુ, એક દિવસમાં 2,333 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોના વાયરસથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ફક્ત અમેરિકામાં જ છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ અમેરિકામાં ચેપને કારણે 70 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, યુ.એસ.માં કોરોના વાયરસને કારણે 24 કલાકમાં 2,333 લોકોના મોત થયા છે. બીજી બાજુ વિશ્વભરમાં 2,55,176 લોકો મૃત્યુ પામ્યા છે અને 36,90,863 લોકોને ચેપ લાગ્યો છે. સૌથી વધુ અસર યુએસ અને યુરોપિયન દેશોમાં  થઈ છે.
 
અમેરિકામાં સૌથી વધુ અસર: સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે જ્યાં અત્યાર સુધીમાં 70,761 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  અત્યાર સુધીમાં 12,21,655 લોકો વાયરસથી સંકમિત છે. જો કે, 1,89,164 લોકો સાજા પણ  થયા છે, એટલું જ નહીં, અત્યાર સુધીમાં 75 લાખથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. બ્રાઝિલમાં મહામારીના 4075 નવા કેસ સાથે, સંક્રમિત  લોકોની સંખ્યા વધીને 1,08,620 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 6.9 ટકા થવાથી મૃત્યુનો આંક 7,367 પર પહોંચી ગયો છે.
 
સંક્રમિતથી પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા પછી બીજા નંબર પર સ્પેનમાં  2,50,561 લોકો સંકમિત છે અને 25,613 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. ફ્રાન્સમાં, 1,69,426 લોકો સંક્રમિત છે અને 25,201 લોકો મૃત્યુ પામ્યા છે. 24 કલાકમાં જર્મનીમાં કોઈ કેસ આવ્યો નથી. અહીં 1,66,490 લોકોને ચેપ લાગ્યો હતો અને 6,993 લોકોના મોત થઈ ચુક્યા છે
 
બ્રિટનમાં મોતની સંખ્યા ઈટલી કરતા વધુ -  બ્રિટને હવે મૃત્યુ બાબતે  ઇટલીને પાછળ છોડી દીધુ  છે, જ્યાં કોરોનાથી મોતની સંખ્યા 29,427 પર પહોંચી ગઈ છે જ્યારે ઇટાલીમાં અત્યાર સુધી 29,315 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે , ઇટલી  26,13,013  કેસ સાથે યુકેથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 1,94,990 લોકોને ચેપ લાગ્યો છે.સોમવારે ઇટાલીમાં લગભગ એક હજાર કેસ આવ્યા છે, જ્યાર કે અત્યાર સુધીમાં 85,231 દર્દીઓ સાજા થયા છે.