રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 21 ઑક્ટોબર 2017 (13:13 IST)

વિરાટે અનુષ્કા એકબીજાને આપ્યા 7 વચન...તમે પણ જુઓ આ રોમાંટિક વીડિયો

ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ચાહકો માટે ખુશખબર છે. ફેંસ હવે આ કપલને 7 વચન આપતા જોઈ શકે છે. એ પણ લગ્ન પહેલા. બંનેને સાથે જોવાની તમામ ફેંસની ઈચ્છાને ક્લોથિંગ બ્રૈંડ માન્યવરે એક કર્મશલ રીતે પૂરી કરી છે. 1.30 સેંક્ડના આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કાની કેમિસ્ટ્રી બની રહી છે. 
c
કમર્શલમાં કપલ લગ્ન દરમિયાન એક બીજાને સાત વચન આપતા દેખાય રહ્યા છે. જેનો વીડિયો વિરાટ અને અનુષ્કા બંનેયે પોતાના સોશિયલ એકાઉંટ પર શેયર કર્યો છે. જેને અત્યાર સુધી ફેસબુક પર 1.5 મિલિયન (15 લાખ) થી વધુ વાર જોવાય ચુક્યો છે. 
 
વિરાટ-અનુષ્કાના આ છે વચન 
 
વીડિયો એક લગ્નના સીનથી શરૂ થાય છે. લગ્ન કરી રહેલ કપલને જોયા પછી વિરાટ અનુષ્કાને પૂછે છે - આ બંને એકબીજાને શુ પ્રોમિસ કરી રહ્યા હશે. તેના પર વિરાટ કહે છે .. હુ વચન આપુ છુ કે મહિનાના 15 દિવસ જમવાનુ હુ બનવીશ.. અનુષ્કા કહે છે - હુ વચન આપુ છુ કે જેવુ પણ જમવાનુ બનાવશો હુ ખાઈ લઈશ. 
 
અનુષ્કા આગળ કહે છે કે - હુ વચન આપુ છુ કે તમારા બધા સીક્રેટ્સ પાસવર્ડ્સ પ્રોટેક્ટ કરી મારા દિલમાં રાખીશ.. હવે વિરાટ કહે છે - હુ તમને બદલવાની કોશિશ કયારેય નહી કરુ.. હવે અનુષ્કા બોલે છે -  હુ તમને ક્યારેક ક્યારેક કેરમમાં જીતવા દઈશ.. આગળ વિરાટ કહે છે કે - હુ કોઈપણ શો નુ સીઝન ફિનારે તારા વગર નહી જોઉ .. 
 
અનુષ્કા કહે છે - તે તેમને જાનૂ, બેબી સોના.. ક્યૂટી જેવા નિકનેસ નહી આપે.. જેના પર વિરાટ કહે છે - હુ  હંમેશા તમારે માટે ખુદને ફિટ રાખીશ.. જવાબમાં અનુષ્કા કહે છે. નહી પણ રાખે તો ચાલશે.. છેવટે વિરાટ કહે છે - હુ હંમેશા તારો ખ્યાલ રાખીશ.. જેના પર શરમાતા અનુષ્કા બોલી હુ પણ.. ઉલ્લેખનીય છે કે આ કપલ અનેક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.