સોમવાર, 14 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2025 (15:39 IST)

જ્યારે આખી ટીમ ખતમ થઈ જશે... પ્રેસ કૉન્ફ્રેંસમાં કેમ રિપોર્ટર પર ભડક્યા બાબર આઝમ ? લઈ લીધી ક્લાસ

babar azam
babar azam
PSL 2025: પાકિસ્તાન સુપર લીગની શરૂઆત શુક્રવારથી થવા જઈ રહી છે.  જ્યા પહેલી મેચમાં ઈસ્લામાબાદ યૂનાઈટેડ અને લાહોર કલંધર્સ વચ્ચે રમાશે. આ લીગના શરૂ થતા પહેલા એક સત્તાવાર પ્રેસ કૉન્ફ્રેંસ થઈ જ્યા બધી છ ટીમોના કપ્તાનોમાંથી એક-એક કરીને ટૂર્નામેંટમા તેમના પ્રદર્શન અને પ્લાનિંગને લઈને  સવાલ કરવામાં આવ્યા. આ છ ટીમોના કપ્તાનોમા એક નામ બાબર આઝમનુ પણ છે જે પેશાવર જાલ્મીના કપ્તાન છે.  આ પ્રેસ કૉન્ફ્રેંસમાં તેમને પીએસએલ ને છોડીને પાકિસ્તાન ક્રિકેટને લઈને સવાલ કરવામાં આવ્યો. જેના પર તેમને ગુસ્સો આવી ગયો.  
 
અહી બાબરને એક રિપોર્ટરે પુછ્યુ વર્તમાન ટીમનુ જે પ્રદર્શન ચાલી રહ્યુ છે તેના પર કયા દિવસે તમે કશુ બોલશો ? જે દિવસે આખી ટીમ ખતમ થઈ જશે ત્યારે તમે બોલશો ? શુ થઈ રહ્યુ છે. પાકિસ્તાનની ટીમમાં શુ નથી થઈ રહ્યુ ? રિપોર્ટરના આ સવાલ પર પાકિસ્તાન ટીમના પૂર્વ કપ્તાનને ગુસ્સો આવી ગયો. 
 
જ્યા બોલવાનુ હશે ત્યા હુ બોલુ છુ - બાબર 
તેમણે તરત રિપોર્ટર ને જવાબ આપતા કહ્યુ, જ્યા મને બોલવાનુ હશે ત્યા હુ બોલુ છુ. અહીયા હુ બીજા લોકોની જેમ મીડિયામાં બેસીને નહી બોલુ કે શુ કરવુ જોઈએ. મને જેને બોલવાનુ હોય છે. હુ રૂમની અંદર બોલુ છુ. હુ અહી આવીને ઢંઢેરો નથી પીટતો કે સોશિયલ મીડિયા પર આવુ થવુ જોઈએ... આ મારી જોબ નથી. 

 
ન્યુઝીલેંડ વિરુદ્ધ શાનદાર હતુ બાબરનુ પ્રદર્શન 
ઉલ્લેખનીય છે કે બાબરે ન્યુઝીલેંડ વિરુદ્ધ તાજેતરમાં જ રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીજમાં પાકિસ્તાન માટે  શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જો કે ટીમને આ શ્રેણીમાં 0-3 થી મોટી હારનો સામનો કરવો પડ્યો. બાબરે ત્રણ મેચોમાં 78, 1 અને 50 નો સ્કોર બનાવ્યો અને શ્રેણીમાં ટીમ તરફથી સૌથી વધુ 129 રન બનાવ્યા. બાબરને ન્યુઝીલેંડ વિરુદ્ધ પાંચ મેચો ની શ્રેણીમાં તક નહોતી મળી. જ્યા ટીમને 1-4 ના અંતરથી હારનો સામનો કરવો પડ્યો.