રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (15:42 IST)

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ અટૈક, કલકત્તાના વુડલૈંડસ હોસ્પિટલમાં દાખલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના (બીસીસીઆઈ) અધ્યક્ષ અને ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને સાધારણ હાર્ટ અટૈક પછી કલકત્તાના વુડલૈંડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ વાતની સૂચના પીટીઆઈએ આપી છે. રિપોર્ટ મુજબ ગાંગુલીની હાલત હાલ સ્થિર છે અને તેણે ખાનગી હોસ્પિટલના ઈમરજેંસી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારી મુજબ શુક્રવાર સાંજે વર્કઆઉટ સેશન પછી તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ થઈ હતી અને આજે બપોરે ફરીવાર આવી સમસ્યા થતા પછી પરિવારના સભ્ય તેમને હોસ્પિટલ લઈ આવ્યા. 
 
 
સૌરવ ગાંગુલીની હોસ્પિટલમાં દાખલ થવા પર રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું હતું કે મને જાણીને દુ:ખ થયુ કે  સૌરવ ગાંગુલીને હળવો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે હું તેમના ઝડપી આરોગ્યમાં સુધાર ઈચ્છુ છુ.  મારા વિચારો અને પ્રાર્થના તેમની અને તેમના પરિવાર સાથે છે