સંબંધિત સમાચાર
- Champions Trophy 2025 : ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં ટીમ ઈંડિયા માટે જે બન્યો હતો કાળ, તે આ વખતે પણ પાકિસ્તાનની ટીમમાં સામેલ
- Champions Trophy: અગાઉ કરતા 53 ગણી વધી પ્રાઈઝ મની, ફાઈનલ જીતનારને મળશે આટલા કરોડ રૂપિયા
- પાકિસ્તાનમાં વિસ્ફોટ, 11 મજૂરોના મોત
- Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર, આ ધાકડ બોલરે જયસ્વાલને કર્યો રિપ્લેસ
- ભારતીય સેનાએ વરસાવ્યો કહેર, ઠાર કર્યા પાકિસ્તાનના 7 સૈનિક અને આતંકવાદી, કેપ્ટન પણ ઠાર
ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
Champions Trophy 2025: ક્રિકેટની દુનિયામાં હાલ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ વાતાવરણ છે. આ વખતે પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીના રોજ રમાશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ ટીમ ઈંડિયા પોતાની મેચ રમવા ઉતરશે. આમ તો આ વખતે ચેમ્પિંસ ટ્રોફીની મેજબાની પાકિસ્તાનને મળી છે. પણ ટીમ ઈંડિયા પોતાની મેચ દુબઈમાં રમશે. હવે મુકાબલા માટે થોડાક જ દિવસ બચ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને એવી હરકત કરી છે જે જેને નીચતાની બધી હદ પાર કરી નાખી છે. ચેમ્પિયંસ ટ્રોફીથી ઠીક પહેલા પાકિસ્તાનની આ હરકતે એક રીતે ચોંકાવી દીધા છે.
ટીમ ઈંડિયા પાકિસ્તાનમાં નહી રમે મુકાબલો
વાસ્તવમાં, ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ BCCI એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો. ઘણી બધી મથામણ પછી, આખરે નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય; ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ અને ફાઇનલમાં પહોંચે છે તો તે મેચો પણ ત્યાં જ યોજાશે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યું કે તે આ ICC ટુર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો ગુમાવી શકે છે, ત્યારે તે તેના માટે સંમત થયો.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations.
— Nawaz ???????? (@Rnawaz31888) February 16, 2025
- Absolute Cinema,… pic.twitter.com/2zmcATn7iQ
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ચેમ્પિયંસ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ કરાંચીમા રમાશે. તેમા પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે હશે. પાકિસ્તાનમા ત્રણ વેન્યુ પર મુકાબલા રમાશે. જેમા કરાંચી, લાહોર અને રાવલપિંડીના નામ સામેલ છે . આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે કરાંચીનો બતાવાય રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તેમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગાયબ છે. ભારત સિવાયના તમામ સાત દેશોના ધ્વજ સ્પષ્ટપણે દેખાય છે તે પોતે જ વિચિત્ર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે આ સમાચારમાં પણ જોઈ શકો છો.
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અહીં પણ હોબાળો મચી ગયો છે. ફેંસ જાણવા માંગે છે કે પાકિસ્તાને આવું કેમ કર્યું. આનો જવાબ એ હોઈ શકે છે કે ભારતીય ટીમ કરાચીમાં તેની મેચ નહીં રમે, તેથી આવું કરવામાં આવ્યું, પરંતુ વાત એ પણ છે કે ઘણી બીજી ટીમો છે જે કરાચીમાં મેચ નહીં રમે, પરંતુ તેમના ધ્વજને સ્થાન આપવામાં આવ્યું છે, તો પછી ભારતીય ત્રિરંગા પ્રત્યે આટલી ચીડ કેમ છે? આ મામલો હવે વધી શકે છે, આગળ શું થાય છે તે જોવું પડશે.
