મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (15:24 IST)

દીપક ચાહરની નજર બૉલીવુડ પર, વિશાલ ભારદ્વાજની બહેનને કરી રહ્યાં છે ડેટ

મીડિયામાં આજકાલ દીપક ચાહર જોરદાર ચર્ચામાં આવી ગયો છે. ઇટાઇમ્સની ખબર અનુસાર, સ્ટાર ફાસ્ટ બૉલર દીપક ચાહર કેટલાય દિવસોથી એક્ટર વિશાલ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને ડેટ કરી રહ્યો છે, બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાત વહેતી થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે બન્ને જલ્દી લગ્નના બંધનમાં પણ બંધાઇ શકે છે.
 
ભારતીય ટીમના કેટલાય ક્રિકેટરો એવા છે જેને બૉલીવુડ સાથે દિલોનો સંબંધ છે તામમ ક્રિકેટરોએ લોકપ્રિય અભિનેત્રીઓ સાથે લગ્ન કરીને તેને પોતાના જીવનસાથી બનાવ્યા છે. હવે દીપક ચાહરની પણ નજર બૉલીવુડ પર આવી ગઇ છે. બિગ બૉસ ફેમ વિશાલ ભારદ્વાજની બહેનને ડેટ કરી રહ્યાં છે દીપક ચાહર- મીડિયામાં આજકાલ દીપક ચાહર જોરદાર ચર્ચામાં આવી ગયો છે. ઇટાઇમ્સની ખબર અનુસાર, સ્ટાર ફાસ્ટ બૉલર દીપક ચાહર કેટલાય દિવસોથી એક્ટર વિશાલ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજને ડેટ કરી રહ્યો છે, બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની વાત વહેતી થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે બન્ને જલ્દી લગ્નના બંધનમાં પણ બંધાઇ શકે છે.  જલ્દી થઇ શકે છે દીપક ચાહરની સગાઇ-વિરાટ કોહલી, હરભજન સિંહ સહિતના કેટલાય ક્રિકેટરોએ બૉલીવુડની હીરોઇનોને પોતાની જીવનસાથી બનાવી છે. યુવા બેટ્સમેન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ એકબીજાને ડેટ કરી રહી છે. આની વચ્ચે તાજેતરમાં શ્રીલંકામાં બેટ અને બૉલથી ધમાલ મચાવનારો ક્રિકેટર દીપક ચાહર બિગ બૉસ ફેમ સિદ્વાર્થ ભારદ્વાજની બહેન જયા ભારદ્વાજ સાથે સગાઇ કરવાના મૂડમાં છે. બન્ને જલ્દી લગ્નનાં બંધનમાં પણ બંધાઇ શકે છે.