રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (21:20 IST)

દિનેશ કાર્તિક બન્યા જોડિયા બાળકોના પિતા, સોશિયલ મીડિયા પર શેયર કરી તસ્વીર, જાણો શુ રાખ્યુ નામ ?

ક્રિકેટર દિનેશ કાર્તિકને જીવનના પીચ પર પ્રમોશન થયુ છે. તેઓ જોડિયા બાળકોનો પિતા બન્યા છે. તેની પત્ની દીપિકા પલ્લીકલ, જે ભારત માટે સ્ક્વોશ રમે છે, તેણે જોડિયા છોકરાઓને જન્મ આપ્યો છે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા દ્વારા પિતા બનવાની માહિતી આપી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
 
તેમણે સોશિયલ મીડિયા પર જોડિયા પુત્રો સાથે પોતાની, પત્ની દીપિકા પલ્લીકલ અને ડોગીની તસવીર શેર કરી અને કહ્યું કે અમે 3 થી 5 થઈ ગયા છીએ. કાર્તિક ત્યાં જ ન અટક્યો, તેણે તેના બે પુત્રોના નામ પણ જણાવ્યા. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ તેમના એક પુત્રનું નામ કબીર પલ્લીકલ કાર્તિક અને બીજાનું નામ જિયાન પલ્લીકલ કાર્તિક રાખ્યું છે. એટલે કે, બાળકની અટક માતા અને પિતા બંનેનો મેળાપ દર્શાવે છે.

 
KKRએ કાર્તિકને પાઠવ્યા  અભિનંદન 
 
દિનેશ કાર્તિકના પિતા બનવા પર તેમની IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ટ્વીટ કરીને લખ્યું કે અમારી KKR ફેમિલી 2 નવા સભ્યોના આવવાથી હવે વધુ મોટી થઈ ગઈ છે. 
 
2015 માં કર્યા હતા લગ્ન 
 
ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને સ્ક્વોશ ખેલાડી દીપિક પલ્લીકલની સગાઈ વર્ષ 2013માં થઈ હતી. આ પછી બંનેએ વર્ષ 2015માં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ તે હવે જોડિયા બાળકોના પિતા બની ગયા છે. દીપિકા કાર્તિકની બીજી પત્ની છે. આ પહેલા તેણે વર્ષ 2012માં તેની પહેલી પત્ની નિકિતાથી છૂટાછેડા લીધા હતા.