ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (10:50 IST)

હાર્દિકની ઇજા પર મોટું અપડેટ :હાર્દિક પંડ્યા ફિટ, ન્યુઝીલેન્ડની સામેની મેચમાં રમશે

T-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનની સામે હાર મળી છે. આ હાર પછી ભારતીય ટીમ માટે પ્રથમ સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા હવે સંપૂર્ણ રીતે ફીટ થઈ ચૂક્યા છે.  હાર્દિકની ઇજા પર મોટું અપડેટ- હાર્દિકની સ્થિતિ પહેલા કરતા સારી છે. 
 
તેમની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ મેનજમેન્ટ હાર્દિકને લઈને કોઈ બેદરકારી રાખવા માંગતી નથી. ટીમ ઈન્ડિયાએ આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. વર્લ્ડ કપમાં સ્થાન જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે.