ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (11:17 IST)

કુરાન પર હાથ મુકીને બોલી બાબર આઝમની ગર્લફ્રેંડ, 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો પાકિસ્તાની કપ્તાન

પાકિસ્તાને  ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમવાર ભારતને હરાવ્યું. ભારતની હાર કરતાં પાકિસ્તાનની જીતની ચર્ચા આ સમયે હેડલાઇન્સમાં છે. સમગ્ર પાકિસ્તાન હાલ કેપ્ટન બાબર આઝમને પોતાનો હીરો માને છે. જોકે બાબર આઝમ પોતાના અંગત જીવનમાં ઘણા વિવાદોથી ઘેરાયેલા રહી ચુક્યા છે. પોતાને બાબર આઝમની ગર્લફ્રેન્ડ ગણાવતી હમીઝા મુખ્તારે એક નવો દાવો કરીને બાબરની જીતની ઉજવણીમાં હલચલ મચાવી દીધી છે. પાકિસ્તાની અખબાર 'ડેઇલી પાકિસ્તાન'ના અહેવાલ અનુસાર, બાબરની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરે છે કે બાબર લગ્નનું વચન આપીને તેનું યૌન શોષણ કરતો હતો અને હવે પાકિસ્તાની કેપ્ટન લગ્નને નકારી રહ્યા છે. મહિલાએ વધુમાં કહ્યું કે તે બાબર આઝમના બાળકની મા બનવાની હતી.
 
મામલોને દબાવવા માટે બાબરના પરિવારે 20 લાખ રૂપિયાની ઓફર આપી હતી 
 
અખબારના અહેવાલ મુજબ, હમીઝાએ બાબર આઝમ વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટનો સંપર્ક કર્યો છે, જ્યાં તેણે પાકિસ્તાની કેપ્ટન વિરુદ્ધ પ્રતાડિત કરવાનો કેસ દાખલ કર્યો છે. તેણે ભૂતકાળમાં એવો પણ દાવો કર્યો હતો કે બાબરના પરિવારે તેને સમગ્ર વિવાદના સમાધાન માટે 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી. બાબર તરફથી આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે તેની સામે બ્લેકમેલ અને ટોર્ચરનો મામલો લાહોર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
 
હાથમાં કુરાન લઈન શપથ લીધી 
 
હમીજાએ આરોપ લગાવ્યો હતો કે બાબરે તેનુ યૌન શોષણ કર્યુ હતુ અને પૈસા માટે તેની સાથે દગાખોરી કરી હતી. તેણે કહ્યું કે તે અને બાબર આઝમ પ્રેમમાં હતા અને 2011માં તેઓ ઘરેથી ભાગી ગયા હતા. આ દરમિયાન બંને લોકો લાહોરના ઘણા વિસ્તારોમાં સાથે રહેતા હતા. હમીજાએ એવુ પણ કહ્યું કે જ્યારે આ પ્રેમની શરૂઆત 10 વર્ષ પહેલા થઈ હતી, તે સમયે બંને સગીર હતા. હમીઝાએ ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે હમીઝાએ પોતાના હાથમાં પવિત્ર કુરાન પકડીને કહ્યું કે તે 2011માં કોર્ટમાં લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેના પરિવારજનોએ આ સંબંધને સ્વીકાર્યો ન હતો. હમીઝાએ કહ્યું, 'બાબર મને તેના મિત્રના ઘરે લઈ ગયો જ્યાં અમે ઘણા દિવસો સુધી સાથે રહ્યા. અમારા સંબંધો ચાલુ રહે તે માટે મેં બાબર સાથે લગ્ન કરવા માટે મારા ઘરમાંથી બે લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. મેં મારી મારી કાર પણ બાબર આઝમ માટે  વેચી અને તેને 12 લાખ રૂપિયા આપ્યા.
 
હુ બાબર આઝમના બાળકની મા બનવાની હતી, પણ દબાણમાં કર્યો ગર્ભપાત 
 
હમીજાએ વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, 'આટલા પૈસા મળ્યા પછી પણ બાબર મારી સાથે ખુશ નહોતો અને તે હંમેશા મારી સાથે ઝઘડો કરતો હતો.' બાબરના આ વર્તન બાદ હમીઝાએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે આટલા વર્ષો સુધી બાબર લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કરતો હતો. તેણે એમ પણ કહ્યું કે બાબરનું બાળક માતા બનવાનું હતું, પરંતુ પાકિસ્તાની કેપ્ટનના દબાણ હેઠળ તેને ગર્ભપાત કરાવવો પડ્યો. તેણે કહ્યું કે તેને ગર્ભપાત કરાવવો પડ્યો કારણ કે બાબર આ બાળકને સ્વીકારવા તૈયાર નહોતો.