મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (14:50 IST)

AUSનો ક્રિકેટર મેક્સવેલ આ ભારતીય યુવતીના હાથે થયો ક્લિન બોલ્ડ, જલ્દી કરશે લગ્ન

ભારતીય યુવતીને દિલ આપી દેનારા ક્રિકેટરોની લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉંડર ગ્લેન મૈક્સવેલનુ નામ જોડાય ગયુ છે.  ગ્લેન મૈક્સવેલ છેલ્લા 2 વર્ષથી ભારતીય મૂળની યુવતીને ડેટ કરી રહ્યો છે. 
 
ગ્લેન મૈક્સવેલ અને ભારતીય મૂળની વિની રમન છેલ્લા 2 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. જાણવા મળ્યુ છે કે વિની રમન સાથે તે લગ્ન કરવા માંગે છે. જો કે તેમના લગ્નની તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર ચોખવટ થઈ નથી. 
જો ગ્લેન મૈક્સવેલ ભારતીય મૂળની યુવતી વિની રમન સાથે લગ્ન કરે છે તો તે ઓસ્ટ્રેલિયાના શૉન ટૈટ પછી બીજા ઓસ્ટ્રેલિયન ખેલાડી બની જશે જેમણે ભારતીય મૂળની યુવતીને પોતાની પત્ની બનાવી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા 2014માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર શૉન ટેટએ ભારતીય મૂળની માસૂમ સિંઘા સાથે લગ્ન કર્યા હતા. આ  બંને એકબીજાને આઈપીએલ પાર્ટી દરમિયાન મળ્યા હતા અને લગ્ન પહ્લા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. 
 
ગ્લેન મૈક્સવેલ વિની રમન સાથે રિલેશનશિપમાં છે. વિની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સેટલ છે. તેની ઈસ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. વિની રામને પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાના બોયફ્રેંડ મેક્સવેલ સાથે દેશ વિદેશના ટૂરની તસ્વીરો શેયર કરી છે. 
આ કપલ થોડા દિવસ પહ્લા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડના એવોર્ડ સેરેમનીમાં પણ એક સાથે સ્પોટ થયુ હતુ. ગ્લેન મૈક્સવેલ આ સમયે ઈગ્લેંડમાં ટી-20 બ્લાસ્ટમાં લંકાશાયર માટે રમી રહ્યા છે. વર્લ્ડકપમાં મૈક્સવેલ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીએ હરિયાણાની રહેનારી શામિયા આરજૂ સાથે લગ્ન કર્યા હતા.