1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 નવેમ્બર 2021 (19:47 IST)

હારથી ચિડાયા પાકિસ્તાની, બોલ્યા - હસન અલીને ગોળી મારી દો, શિયા મુસ્લિમ છે તેથી કેચ છોડ્યો, ભારતીય પત્નીને આપી ગંદી ગાળો

T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેચમાં હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડ્યો અને ત્યાર બાદ વેડે સતત ત્રણ બોલમાં સિક્સર ફટકારીને મેચનો પાસો જ બદલી નાખ્યો. ત્યારથી, હસન અલી અને તેની પત્નીને પાકિસ્તાનમાં જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે હસનની પત્ની ભારતની રહેવાસી છે. ટ્રોલરોએ સોશિયલ મીડિયા પર હસનને  શિયા અને તેની ભારતીય પત્ની સામિયા વિશે ગંદી ગાળો લખી છે. હસનને પાકિસ્તાનમાં 'દેશદ્રોહી' પણ કહેવામાં આવી રહ્યો છે. કેટલાકે તો ટ્વિટ કરીને એવુ પણ કહ્યું કે હસનને આવતાની સાથે જ ગોળી મારી દો. 
 
હસનની પત્ની સામિયા ભારતના હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. તે અમીરાત એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનિયર છે. તેનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ફરીદાબાદમાં રહે છે.
 
19મી ઓવરમાં થયો જોરદાર ડ્રામા 
 
મેચની અંતિમ 12 બોલમં ઓસ્ટ્રેલિયાની ટીમને 22 રન બનાવવાના હતા. 19મી ઓવર શાહીન અફરીદી લઈને આવ્યા અને ત્રીજી જ બોલ પર મેથ્યુ વેડે ડીપ મિડ વિકેટ પર મોટો શોટ માર્યો. બોલ હવામાં હતી અને હસન અલી બોલનો પીછો  કરતા ભાગ્યા 
 
પાકિસ્તાની ફેંસ આશા લગાવીને બેસ્યા હતા કે અલી આ કેચ પકડીને પાકિસ્તાન માટે જીતના રસ્તો સહેલો બનાવી દેશે. પણ આવુ થઈ શક્યુ. હસન અલીએ હાથમાં આવેલો કેચ છોડી દીધો અને આ પાકિસ્તાનની હારનુ કારણ બની ગયુ. 
 
ત્રીજા બોલ પર મળેલા જીવનદાન પછી ઓસ્ટ્રેલિયાને 9 બોલમાં 18 રનની જરૂર હતી, પરંતુ વેડે આગામી 3 બોલમાં સતત 3 સિક્સ ફટકારીને ઓસ્ટ્રેલિયાને બીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું.