બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જૂન 2024 (08:52 IST)

સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન માત્ર 56 રનમાં ઑલઆઉટ

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024નો પહેલો સેમીફાઈનલ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદમાં રમાઈ રહ્યો છે.
 
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 56 રનો પર જ સમેટાઈ ગઈ હતી.
 
અફઘાનિસ્તાનની ટીમ માત્ર 11.5 ઓવર જ રમી શકી અને સૌથી વધુ અજમતુલ્લાહ ઉમરઝઈએ 10 રન બનાવ્યા હતા. બાકી કોઈપણ ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી ન શક્યો.
 
પહેલા પાવરપ્લેની વાત કરીએ તો અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને છ ઓવરમાં માત્ર 28 રન બનાવ્યા હતા. જ્યારે 10 ઓવર પછી અફઘાનિસ્તાન 8 વિકેટ ગુમાવીને માત્ર 50 રન બનાવી શક્યું હતું.
 
દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેન અને તબરેઝ શમ્સીએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યાનસેને ત્રણ ઓવરમાં 16 રન આપીને ત્રણ બૅટ્સમેનોને આઉટ કર્યા હતા જ્યારે શમ્સીએ માત્ર 1.5 ઓવરમાં છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કાગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ પણ બે-બે વિકેટ લીધી હતી.
 
અફઘાનિસ્તાનના કુલ 56 રનમાંથી 13 રન તો માત્ર ઍક્સ્ટ્રામાંથી આવ્યા હતા.