સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 ડિસેમ્બર 2021 (11:14 IST)

IND vs NZ, 2nd ટેસ્ટ: ભારતે મુંબઈમાં ન્યુઝીલેન્ડને 372 રને હરાવી ટેસ્ટ સિરીઝ કબજે કરી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બે મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. 540 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ મેચના ચોથા દિવસે માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીત્યા બાદ ભારતે આ શ્રેણી પણ 1-0થી જીતી લીધી છે.

કિવિઝ તરફથી ડેરિલ મિશેલે બીજી ઇનિંગમાં 44 રન બનાવ્યા હતા. તેના સિવાય હેનરી નિકોલ્સે સખત સંઘર્ષ કર્યો અને 44 રન બનાવ્યા. ભારત તરફથી ઓફ સ્પિનરો આર અશ્વિન અને જયંત યાદવે શાનદાર પ્રદર્શન કરીને 4-4 વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલને એક વિકેટ મળી હતી. આ પહેલા પ્રથમ દાવમાં 325 રન બનાવનાર ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.