ન્યુઝીલેંડ સાથે મુકાબલા પહેલા ટીમ ઈંડિયાનુ વધ્યુ ટેંશન, રોહિત શર્મા અને શુભમન ગિલને લઈને સસ્પેંસ
IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તે પહેલાં તેને ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી લીગ મેચ રમવાની છે. જોકે, આ દરમિયાન, ટીમ માટે કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. રોહિત શર્મા અને શુભમન ગિલને લઈને સસ્પેન્સ છે. મેચ માટે હજુ બે દિવસ બાકી છે, આશા છે કે ત્યાં સુધીમાં બધું બરાબર થઈ જશે.
રોહિત શર્માએ ન કરી નેટ પ્રેકટિસ
ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે અંતિમ લીગ મેચ 2 માર્ચ એટલે કે રવિવારે રમાશે. આ માટે બંને ટીમો તૈયારી કરી રહી છે. બુધવારે પણ ટીમે દુબઈમા નેટ પ્રેકટિસ કરી. પણ તેમા કપ્તાન રોહિત શર્મા અને ઉપકપ્તાન શુભમન ગિલ જોવા ન મળ્યા. ક્રિકબજની એક રિપોર્ટ મુજબ ટીમ ઈંડિયાએ આઈસીસી એકેડમીમાં પહેલા દિવસની રોશનીમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ લાઈટ્સમાં પોત પોતાની તૈયારીઓને અંજામ આપ્યો. પણ આ દરમિયાન શુભમન ગિલ મેદાનથી દૂર રહ્યા. રોહિત શર્માની વાત કરીએ તો, પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી. જોકે, આ અંગે BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
રોહિત શર્મા મેચ પહેલા રાખી રહ્યા છે સાવધાની
જોકે, રોહિત શર્મા ટીમ સાથે રહ્યો, તેના સાથી ખેલાડીઓને બેટિંગ અને બોલિંગ કરતા જોતો રહ્યો, પરંતુ પોતે મેદાનમાં પ્રવેશવામાં અચકાતા દેખાયા. એવું માનવામાં આવે છે કે આવુ સાવચેતી તરીકે કરવામાં આવી રહ્યું છે, જેથી તેમનો ઘા વધુ ઊંડો ન થાય. રોહિત શર્માએ પાકિસ્તાન સામે મોટી ઇનિંગ્સ રમી ન હતી, પરંતુ તેમણે ચોક્કસપણે ટીમને ઝડપી શરૂઆત આપી હતી, જેના પર ટીમે પાછળથી જીત નોંધાવી હતી. ભારતે તેની આગામી મેચ 2 માર્ચે રમવાની છે, પરંતુ તેણે સેમિફાઇનલ પણ બે દિવસ પછી એટલે કે 4 માર્ચે રમવાની છે.
શુભમન ગિલ પણ સ્વસ્થ નથી
ત્યારબાદ વાત જો શુભમન ગિલની કરીએ તો એવુ બતાવાય રહ્યુ છે કે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી. જો કે તેમને લઈને ટેંશનની કોઈ વાત નથી. કારણ કે જો તેમનુ થોડુ પણ સ્વાસ્થ્ય ગડબડ છે તો તે બે દિવસની અંદર ઠીક પણ થઈ જશે. આ દરમિયાન એવુ પણ બની શકે છે કે રોહિત અને શુભમન ગિલમાંથી કોઈ એક બેટ્સમેન ન્યુઝીલેંડ વિરુદ્ધ મેચ ન રમે. કારણ કે આ મેચનુ કોઈ મહત્વ નથી. પણ ચાર માર્ચના રોજ થનારી સેમીફાઈનલ એક મોટો મુકાબલો રહેશે. તેમા બધાને સંપૂર્ણ રીતે ફીટ રહેવુ ખૂબ જરૂરી રહેશે.