શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:08 IST)

Ind vs. NZ - બીજી વનડે મેચમાં ન્યુઝીલેંડે ભારતને 6 રનથી હરાવ્યું

દિલ્લીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાઈ રહેલી બીજી વન ડે મેચમાં ન્યુઝીલેંડે ભારતને 6 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા  50 ઓવરમાં 9 વિકેટે 242 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 236 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

 ન્યૂઝીલેન્ડે કેન વિલિયમ્સનના 118 રન પછી બોલરોએ તરખાટ મચાવતા ભારતને રોમાંચક મેચમાં 6 રને હરાવ્યું હતું. ભારત તરફથી કેદાર જાધવે સૌથી વધુ 41, ધોનીએ 39 તેમજ હાર્દિક પંડ્યાએ 36 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં સદી ફટકારનાર વિલિયમ્સનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ જીત સાથે પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. હવે ત્રીજી વન ડે મેચ 23 ઓક્ટોબરે મોહાલીમાં રમાશે