બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 21 જાન્યુઆરી 2023 (18:55 IST)

IND vs NZ 2nd ODI Highlights : ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું અને સિરીઝ પણ કબજે કરી

india vs NZ
IND vs NZ 2nd ODI Highlights: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાયપુરના સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય બઢત પણ બનાવી લીધી છે.  કિવી સામે ઘરઆંગણે ભારતની આ સતત 7મી વનડે શ્રેણી જીત છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી, જ્યારે ભારતે 20.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
 
 
ભારતે સિરીઝ જીતી હતી
ટીમ ઈન્ડિયાએ રાયપુર વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે 109 રનના સરળ લક્ષ્યાંકનો પીછો માત્ર 20.1 ઓવરમાં કરી લીધો હતો. શુભમન ગિલ 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. સાથે જ રોહિત શર્માએ 50 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી.
 
આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ 34.3 ઓવરમાં માત્ર 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ સૌથી વધુ તરખાટ મચાવ્યો હતો. મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હાર્દિક અને સુંદરને 2-2 વિકેટ, અને સિરાજ, શાર્દૂલ અને કુલદીપને 1-1 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ગ્લેન ફિલિપ્સે 36 રન બનાવ્યા હતા. તો મિચેલ સેન્ટનરે 27 રન અને માઇકલ બ્રેસવેલે 22 રન કર્યા હતા. આ સિવાય ન્યૂઝીલેન્ડના અન્ય કોઈ જ બેટર ડબલ ડિજીટમાં રન બનાવી શક્યા નહોતા. ટીમ ઈન્ડિયાના બધા જ બોલર્સે વિકેટ ઝડપી હતી.