બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (10:57 IST)

IND vs SA: ટીમ ઈંડિયાએ કેપટાઉનમાં લહેરાવ્યો ત્રિરંગો, સાઉથ આફ્રિકાને બીજી ટેસ્ટમાં હરાવીને સીરીઝ કરી બરાબર

india vs south Aafrica
india vs south Aafrica

- ટીમ ઈન્ડિયાએ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને બે મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી ખતમ કરી.
- ભારતીય બોલરોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું, જેના કારણે મેચ 2 દિવસ પણ ચાલી શકી ન હતી. 

 
IND vs SA 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને નિર્ણાયક મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને સિરીઝ બરાબરી પર ખતમ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાને શ્રેણીની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરી હતી અને બીજી વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.
 
ટીમ ઈંડિયાએ કેપટાઉનમાં લહેરાવ્યો ત્રિરંગો 
કેપટાઉન ટેસ્ટ ખૂબ લો સ્કોરિંગ રહી અને બોલરોનો દબદબો જોવા મળ્યો. 5 દિવસની ટેસ્ટ મેચમાં બંને ટીમો મળીને પણ બે દિવસ સુધી બેટિંગ ન કરી શકી. આવુ ખૂબ ઓછુ જોવા મળે છે કે ટેસ્ટ મેચનુ પરિણામ બે દિવસમાં જ નીકળી  જાય.  આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ હતા. આ મેચમાં જસપ્રીત બુમરાહે 8 અને મોહમ્મદ સિરાજે 7 વિકેટ ઝડપી હતી.
 
રમતના પ્રથમ દિવસે 23 વિકેટ પડી 
મુકાબલામાં આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ ટીમ ઈંડિયાએ સસૌથ આફ્રિકાને કેપટાઉન ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં 55 રન પર ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારત તરફથી રિસાજે 9 ઓવરમા 15 રન આપીને 6 વિકેટ લીધી. બીજી બાજુ જસપ્રીત બુમરાહે અને મુકેશ કુમારે 2-2 વિકેટ લીધી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ કંઈ ખાસ કરી શકી ન હતી અને પોતાની પ્રથમ ઈનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે આફ્રિકાએ તેના બીજા દાવમાં ત્રણ વિકેટે 62 રન બનાવી લીધા હતા.
 
બીજા દિવસના પ્રથમ સેશનમાં પેવેલિયન ભેગી થયુ સાઉથ આફ્રિકા 
બીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે સાઉથ આફ્રિકાની ટીમ 36 રનથી પાછળ હતી. આ પછી એડન માર્કરામે ટીમની ઇનિંગ્સને સંભાળી લીધી અને શાનદાર સદી ફટકારી. પરંતુ બીજા છેડેથી વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી. સાઉથ આફ્રિકાની ટીમ બીજા દાવમાં 176 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 79 રનનો ટાર્ગેટ હતો, જેને ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.