BCCI એ કરી મોટી જાહેરાત, પ્રેક્ષકો વિના રમાશે T20 મેચ
અત્યારે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિટમમાં ભારત અને ઇગ્લેંડ વચ્ચે 5 ટી 20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 મેચ પૂર્ણ થઇ ચૂકી છે. તો બીજી તરફ દિવસે ને દિવસે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે BCCI એ કરી મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે પછીની T20 મેચો પ્રેક્ષકો વિના રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફરી એકવાર કોરોના આતંક વધી રહ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતને બાનમાં લેવાનું શરૂ કર્યું છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. તંત્રએ અગમચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટીંગ માટે ડોમ શરૂ કરી દીધા છે તો બીજી તરફ 8 વોર્ડમાં ખાણીપીણીના બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 890 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 594 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે, રાજ્યમાં કુલ 2,69,955 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 96.72 થઇ ચુક્યો છે.