બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (15:31 IST)

Ind vs NZ: 31 વર્ષ પછી ટીમ સામે ભારતનો ક્લીન સ્વીપ, શરમજનક હાર'

ન્યુઝીલેંડએ ભારતની સામે ત્રણ મેચની વનડે સીરીજમાં ક્લીનસ્વીપ કરી લીધું છે. આખરે વનડેમાં ન્યુઝીલેંડએ ભારતએ પાંચ વિકેટથી હરાવીને મેચની સાથે સીરીજ પણ તેમના નામ કરી લીધી. 
 
વેસ્ટ ઈંડીજએ ભારતને 1989માં ઘરેલૂ મેદાન પર 5-0થી હરાવ્યુ હતું. ત્યારબાદથી ટીમ ઈંડિયા પર ત્રણ કે તેનાથી વધારે મેચની સીરીજમાં કોઈ પણ ટીમની ક્લીન સ્વીપ નહી શકી. તેમજ વર્ષ 2006માં ભારતીય ટીમ દક્ષિણ અફ્રીકાથી પાંચ મેચની વન ડે સીરીજમાં વગર કોઈ મેચ જીતી પરત આવી. 
 
ન્યૂઝીલેંડએ આખરે વનડેમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગનો ફેસલો કર્યુ છે. આખરે વનડેમાં કેન વિલિયમસન કરશે ન્યૂઝીલેંડની કપ્તાની. બન્ને ટીમમાં થયુ ફેરફાર. શ્રેયસ અય્યરએ તેમનો આઠમું અર્ધશતક પૂર્ણ કર્યું. કે એલ રાહુલએ પણ માર્યુ આઠમું અર્ધશતક. કે એલ રાહુલની ચોથી સદી 
 
ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 296 રન બનાવતા ન્યુઝીલેંડને 297 રનનું ટારગેટ આપ્યુ છે 
 
ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે 112 રન, શ્રેયસ અય્યર 62, મનિષ પાંડે 42 અને પૃથ્વી શૉએ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. જોકે ફરી એકવાર કેપ્ટન કોહલી નિષ્ફળ રહ્યો હતો.
 
કિવી ટીમ તરફથી હેમિશ બેન્નેટે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જેમિસન અને નીશામને 1-1 વિકેટ મળી હતી
 
ભારતને પ્રથમ ઝટકો મયંકનો લાગ્યો છે, ઓપનર મયંક અગ્રવાલ ફક્ત 1 રન બનાવીને જેમિસનના બૉલ પર બૉલ્ડ થયો .
 
કેપ્ટન કોહલી 9 રન બનાવીને બેન્નેટેની બૉલિંગમાં જેમિસનના હાથમાં કેચ આપી બેઠો, ભારતને બીજો મોટો ઝટકો લાગ્યો છે.
 
ભારતીય ટીમને મોટો ઝટકો, પૃથ્વી શૉ 40 રન બનાવીને રનઆઉટ થયો, પૃથ્વીએ તાબડતોડ બેટિંગ કરતાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
 
બન્ને દેશોની વનડે ટીમો
ભારતીય ટીમઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, લોકેશ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
 
ન્યૂઝીલેન્ડની ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસ (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી. કાયલે જેમીસન, હેમિસ બેન્નેટ.