રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 જુલાઈ 2021 (16:01 IST)

BCCI એ કર્યુ કન્ફર્મ, હવે આ દિવસથી શરૂ થશે ભારત-શ્રીલંકા વચ્ચે વનડે સીરિઝ

નવા કપ્તાન શિખર ધવનની આગેવાની હેઠળ ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી શરૂ થનારી વનડે સીરીઝને હવે આગળ વધારવામાં આવી છે. શ્રીલંકાના બૈટિંગ કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશનને કોરોના થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ હવે આ સીરીઝ 18 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વાતને એએનઆઈએ કંફર્મ કરી છે. ભારતને આ પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમવાની છે. 
 
આ પ્રવાસ પર વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડી ગયા નથી. કારણ કે બંને આ સમયે ઈગ્લેંડમાં છે અને મેજબાન ટીમ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરીઝની તૈયારી કરી રહ્યા છે. આ સીરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે.  શ્રીલંકામાં ઘવનની આગેવાનીવાળી ભારતીય ટીમે પોતાનુ ચુસ્ત ક્વારંટાઈન પુરૂ કરી લીધુ છે અને ટીમ કોલંબોમાં ટ્રેનિંગ કરી રહ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ પહેલા જણાવ્યુ કે બ્રિટનથી પરત ફરેલા બધા શ્રીલંકાઈ ખેલાડી કોરોના તપાસમ%ં નેગેટિવ આવ્યા છે. 
 
બીસીસીઆઈએ આ પ્રવાસ માટે ભુવનેશ્વર કુમારને ટીમના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીલંકા સામેની આ શ્રેણીમાં રાહુલ દ્રવિડ ભારતના હેડ કોચ તરીકે ટીમ સાથે આવ્યા છે. આ શ્રેણીમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સકારિયા, અર્શદીપ સિંહ સહિતના ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, અગાઉના શેડ્યૂલ મુજબ, ત્રણ મેચની વનડે સિરીઝ 13 થી 18 જુલાઇ સુધી રમાવાની હતી અને તે પછી ત્રણ ટી20 મેચની શ્રેણી 21 થી 25 જુલાઇ દરમિયાન રમાવાની હતી. આ તમામ મેચ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમવાની હતી.
 
આ રહેશે નવો શેડ્યુલ 
 
વનડે શ્રેણીની મેચ
 
1 લી વનડે - 17 જુલાઈ
બીજી વનડે - 19 જુલાઈ
ત્રીજી વનડે - 21 જુલાઈ
 
ટી 20 શ્રેણી મેચો-
 
1 લી ટી 20 - જુલાઈ 24
2 જી ટી 20 - 25 જુલાઈ
ત્રીજી ટી 20 - જુલાઈ 27