સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑગસ્ટ 2023 (09:27 IST)

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું, તિલક વર્માએ ફરી લગાવી હાફ સેન્ચુરી

India vs West Indies 2nd T20: બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-0થી પાછળ થઈ ગઈ છે. બીજી T20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિન્ડીઝની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો.
 
ભારતે 153 રનના ટાર્ગેટ વેસ્ટ ઈન્ડિઝને આપ્યો હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 8 વિકેટે 155 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે નિકોલસ પૂરને 40 બોલમાં સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તેમજ શિમરોન હેટમાયર 22 અને રોવમેન પોવેલે 21 રન બનાવ્યા હતા. આ જીત સાથે વિન્ડીઝની ટીમે 5 મેચની T20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને 2 વિકેટથી હરાવ્યું છે. આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. તેમજ ત્રીજી મેચ 8મી ઓગસ્ટે ગુયાનામાં રમાશે.