સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 10 જુલાઈ 2024 (18:03 IST)

IND vs ZIM 3rd T20I Live:- ભારતીય ટીમે ઝિમ્બાબવે સામે મુક્યો 183 રનનો ટારગેટ, ગિલે બનાવ્યા 66 તો ગાયકવાડે બનાવ્યા 49 રન

India Vs Zimbabwe
IND vs ZIM 3rd T20I Live Score: ભારતીય ટીમ શુભમન ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબવેના પ્રવાસ પર 5 ટી20 મેચ ની સીરીઝ રમવા પહોચી છે. આ સીરીઝનો ત્રીજો મુકાબલો હરારેના મેદાન પર રમવામાં આવી રહી છે. આ મેચમાં ટીમ ઈંડિયા  આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને ખલીલ અહેમદની વાપસી થઈ છે. આ પ્રવાસ પર ગયેલી યુવા ભારતીય ટીમને શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. , જે બાદ બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાનું શાનદાર પુનરાગમન જોવા મળ્યું અને તેણે યજમાન ટીમને 100 રનના વિશાળ અંતરથી હરાવ્યું. હવે ત્રીજી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની બની ગઈ છે કારણ કે જે પણ ટીમ આ મેચ જીતશે તે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લેશે.

કેપ્ટન શુભમન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ મેચમાં 14 ઓવરની રમત પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટના નુકસાન પર 118 રન બનાવી લીધા છે. ગિલ 52 રન પર રમી રહ્યો છે જ્યારે ગાયકવાડ 19 રન પર રમી રહ્યો છે.
 
ભારતીય ટીમે 13 ઓવરમાં 108 રન બનાવ્યા  
ત્રીજી T20 મેચમાં 13 ઓવરની રમતના અંતે ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 108 રન બનાવી લીધા છે. કેપ્ટન શુભમન ગિલ 47 રન પર બેટિંગ કરી રહ્યો છે જ્યારે રુતુરાજ ગાયકવાડ 14 રન પર બેટિંગ કરી રહ્યો છે.
 
અભિષેક શર્મા 10 રન બનાવીને આઉટ થયો  
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 81 રનના સ્કોર પર બીજો ઝટકો અભિષેક શર્માના રૂપમાં લાગ્યો હતો જે માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. હવે રુતુરાજ ગાયકવાડ કેપ્ટન ગીલને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યો છે.
 
ભારતીય ટીમે 10 ઓવરમાં 80 રન બનાવ્યા  
ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 10 ઓવરની રમત પૂરી થયા બાદ 1 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા છે. શુભમન ગિલ 33 રન સાથે જ્યારે અભિષેક શર્મા 10 રન સાથે રમી રહ્યો છે.


06:00 PM, 10th Jul
કેપ્ટન ગિલ 66 રન બનાવીને આઉટ, ફિફ્ટીની ભાગીદારી તૂટી
ભારતીય ટીમે 18મી ઓવરના પાંચમાં બોલ પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. અહીં કેપ્ટન શુભમન ગિલ 50 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. તે બ્લેસિંગ મુઝરાબાનીની બોલિંગમાં કેપ્ટન સિકંદર રઝાના હાથે કેચ આઉટ થયો હતો અને ફિફ્ટીની ભાગીદારી તોડી.