1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: એન્ટીગા. , ગુરુવાર, 21 જુલાઈ 2016 (11:23 IST)

આજથી ભારત VS વેસ્ટઈંડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટની શરૂઆત, નવા કોચ કુંબલેનો ટેસ્ટ

લાંબા સમય સુધી ટી-20 ક્રિકેટ રમ્યા પછી ટીમ ઈંડિયા હવે 6 મહિના પછી ફરી એકવારે સફેડ કપડામાં મેદાનમાં ઉતરશે.  વિરાટ  કોહલીની આગેવાનીમાં અને નવા કોચ અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ ટીમ ઈંડિયાની યુવા ટીમ વેસ્ટઈંડિઝનો સામનો કરવા તૈયાર છે. કોહલી સામે સૌથી મોટો પડકાર ટીમનું કોમ્બીનેશન શોધવાનો રહેશે. ભારત નએ વેસ્ટઈંડિઝ બંને યુવા ખેલાડીઓથી ભરેલી ટીમ છે. 
 
 જેશન હોલ્‍ડરના નેતળત્‍વમાં વિન્‍ડિઝની ટીમમાં પણ આશાસ્‍પદ ખેલાડીઓ છે જે પોતાની હાજરી પુરવાર કરવા માટે તૈયાર છે. ટીમમાં બ્રાવો જેવા અનુભવી ખેલાડી પણ છે. વિન્‍ડિઝની ટીમનો દેખાવ ધરઆંગણે સારો રહ્યો છે. તે જોતા ટેસ્‍ટ શ્રેણી રોમાંચક બની શકે છે. વિરાટ કોહલી ઉપર પણ દબાણ છે. આ ટીમમાં રહાણે, રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા શાનદાર દેખાવ કરવા તૈયાર છે. એન્‍ટીગુઆમાં પ્રથમ ટેસ્‍ટ મેચમાં ભારતીય ટીમ છ બેટ્‍સમેનો અને પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે. વિરાટ કોહલીની વ્‍યૂહરચના પૂર્વ કેપ્‍ટન ધોની કરતા અલગ પ્રકારની દેખાઈ રહી છે. ધોનીની ગેરહાજરીમાં વિરાટ કોહલી ઉપર સૌથી વધારે દબાણ રહેશે. આ ટેસ્‍ટ મેચમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. બીજી ટેસ્‍ટ મેચ 30મી જુલાઈથી જમૈકા ખાતે રમાશે. જ્‍યારે ત્રીજી ટેસ્‍ટ મેચ ગ્રોસ આઈલેન્‍ડ ખાતે રમાશે. ચોથી ટેસ્‍ટ મેચ પોર્ટ ઓફ સ્‍પેન ખાતે રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.
 
   વિન્‍ડિઝ : જેશન હોલ્‍ડર (કેપ્‍ટન), ક્રેગ બ્રેઇથવેટ, બીસુ, બ્‍લેકવુડ, કાર્લોસ બ્રેથવેઇટ, બ્રાવો, ચંદ્રિકા, ચેસ, કમિન્‍સ, બાવરિચ, ગેબ્રિયલ, જોન્‍સન, સેમ્‍યુઅલ 
 
   ભારત : કોહલી (કેપ્‍ટન), રહાણે, અશ્વિન, બિન્ની, ધવન, જાડેજા, ભુવનેશ્વર, મિશ્રા, સામી, ચેતેશ્વર પુજારા, લોકેશ રાહુલ, સહા, રોહિત શર્મા, શરદ ઠાકુર, મુરલી વિજય, ઉમેશ યાદવ