શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (14:06 IST)

પંતનો દમ-પુજારાની દિવાલ, બ્રિસ્બેનની ઐતિહાસિક જીતના 5 ટર્નિંગ પોઈંટ

ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ભારતની યુવા ટેસ્ટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રિસ્બેનમાં રમાયેલ ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈંડિયાએ કંગારૂ ટીમને માત આપી અને શ્રેણી પર કબજો કરી લીધો. પાચ દિવસ સુધી રમાયેલ આ રસપ્રદ મેચમાં ભારત તરફથી અનેક ખેલાડીઓએ આવી રમત બતાવી. જેમને મેચનો પાસો જ પલટી નાખ્યો. બ્રિસ્બેન ટેસ્ટ જીતના મુકામ સુધી પહોંચાડવામાં કઈ તકોએ ભારતીય ટીમનો સાથ આપ્યો આવો નાખીએ એક નજર 
 
1. ઋષભ પંતની તોફાની રમત 
 
બીજા દાવમાં જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમ દ્વારા આપવામાં આવેલ લક્ષ્યનો પીછો ચાલી રહ્યો હતો ત્યારે ભારત સ્સામે ડ્રો અને જીતની વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો પડકાર હતો, ઋષભ પંત જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે તેમણે પોતાના જ અંદાજમાં ક્રિકેટ રમી અને અશક્યને શક્ય કરી બતાવ્યુ. પંતે 138 બોલમાં 89 રનની તોફાની રમત રમી અને એકલાના દમ પર ટીમ ઈંડિયાને જીતના પાર પહોંચાડ્યુ. 
 
2. પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાને 400થી નીચે સમેટયુ 
 
ભારત માટે આ મેચ મુશ્કેલ હતી કારણ કે કોઈપણ સીનિયર બોલર નહોતો રમી રહ્યો.  મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ટી નટરાજન, વોશિંગટન સુંદર, ટી નટરાજન અને વોશિંગટન સુંદરે 3-3 વિકેટ લીધી. 
 
3 યુવા જોડીએ કંગારૂઓને કર્યા બેહાલ 
 
ભારતીય ટીમ જ્યારે પ્રથમ દાવમાં બેટિંગ કરવા ઉતર્યા ત્યારે કંગારૂઓએ જોરદાર પડકાર આપ્યો. જ્યારે ઉપરી બેટિંગ જલ્દી આઉટ થયા તો વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુરની જોડીએ કમાલ કરી. બંને યુવા ખેલાડી જે મુખ્ય રૂપથી બોલર છે તેમણે આવી રમત બતાવી કે આખો દેશ જોશમાં આવી ગયો. વોશિંગટન સુંદરે 62 રન બનાવ્યા અને શાર્દુલ ઠાકુરે 67 રન બનાવ્યા. આ જ બે કારણોને લીધે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા ટીમની લીડને 30 રનની આસપાસ સમેટી દીધુ. 
 
4 મોહમ્મદ સિરાજની કમાલ 
 
બીજા દાવમાં જ્યારે કંગારૂ બેટિંગ કરવા આવ્યા તો તેમની સામે પડકાર હતો કે ભારતીય ટીમને મોટુ લક્ષ્ય આપવામાં આવે, પણ મોહમ્મદ સિરાજ જે આ યુવા ટીમના સૌથી સીનિયર બોલર છે તેમણે કમાલ કરી દીદી. સિરાજે પોતાના દાવમાં કુલ 73 રન આપીને 5 વિકેટ લીધી અને પોતાની પ્રથમ 5  વિકેટ હૉલ કરી.  આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ ચાર વિકેટ લઈને કંગારૂ ટીમની કમર તોડી દીધી. 
 
5. ચેતેશ્વર પુજારા બની ગયા દિવાલ 
 
બીજા દાવમાં જ્યારે ભારતને જીતવા માટે 328 રનની જરૂર હતી. ત્યારે ચેતેશ્વર પુજારા કંગારૂઓની સામે દિવાલ બનીને ઉભા થઈ ગયા. બ્રિસ્બેનની પિચ પોતાનો જાદૂ વિખેરી રહી હતી, પણ પુજારા બિલકુલ અડગ રહ્યા. આ જ કારણ રહ્યુ કે તેમણે ભારતને મજબૂત સ્થિતિમાં પહોચાડ્યુ અને 211 બોલ પર 56 રનની રમત રમી.