1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (16:18 IST)

IPL 2020: KKR ના કપ્તાન દિનેશ કાર્તિકે છોડી કપ્તાની, આ ખેલાડી બન્યા ટીમના નવા કેપ્ટન

IPL 2020: KKR
આઈપીએલની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે આઈપીએલની મધ્યમાં મોટો નિર્ણય લીધો છે. તેણે કેકેઆર ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. દિનેશ કાર્તિકે આ નિર્ણય પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ટીમના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે. કાર્તિકે કેપ્ટનશિપ છોડ્યા બાદ ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવર્સ ક્રિકેટના કેપ્ટન ઇયોન મોર્ગનને  ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આઈપીએલની 13 મી સીઝનમાં બેટિંગમાં કાર્તિકનું પ્રદર્શન એકદમ નિરાશાજનક રહ્યું હતું અને તે અત્યાર સુધી રમાયેલી સાત મેચોમાં માત્ર એક મેચ રમ્યો છે.

 
મોર્ગન પહેલીવાર KKRનું સુકાન સંભાળશે. પોઈન્ટ ટેબલમાં KKR ચોથા સ્થાને છે. અને તેને પોતાની પાંચમાંથી છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  ટીમના CEO વેંકી મૈસૂરે કહ્યું કે, અમે નસીબદાર છીએ કે અમને દિનેશ કાર્તિક જેવું નેતૃત્વ કરનાર મળ્યો, જેણે હંમેશા ટીમને પહેલા રાખી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનો નિર્ણય કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. અમે પોતે પણ તેના આ નિર્ણયથી હેરાન છે. પણ તેની ઈચ્છાઓનું સન્માન કરીએ છીએ.
 
જો કે, ટુર્નામેન્ટની વચ્ચેથી જ દિનેશ કાર્તિકે કેમ અચાનક સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો તેનું સત્તાવાર કારણ તો સમે આવ્યું નથી. પણ ટીમ મેનેજમેન્ટનું માનીએ તો દિનેશ કાર્તિક હવે બેટિંદ પર જ ફોકસ કરવા માગે છે.