ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2020 (09:07 IST)

રાફેલ નડાલે નોવાક જોકોવિચને હરાવી 13મી ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો, રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી

રફેલ નડાલે રવિવારે એકતરફી મેચમાં નોવાક જોકોવિચને 6-0, 6-2, 7-5 થી હરાવીને 13 મી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો. આ ટાઇટલ જીત સાથે, નડાલે રોજર ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. અગાઉ, મેન્સ સિંગલ્સમાં સૌથી મોટુ ટાઇટલ જીતવાનો ફેડરરનો રેકોર્ડ હતો.
 
વિશ્વનો નંબર વન ખેલાડી જોકોવિચ 18 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનો પડકારનો સામનો કરી રહ્યો હતો. નડાલ એસ સાથે જીત નોંધાવી.  જેના પછી તેણે ઘૂંટણ પર બેસીને હસવાનું શરૂ કર્યું અને હવામાં હાથ લહેરાવ્યા. નડાલ તેની પસંદની ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત દરમિયાન આ વર્ષે એક પણ સેટ હાર્યો ન હતો.
 
નડાલે 13મી વખત ફ્રેંચ ઓપનનો ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત તેઓએ 4 યુએસ ઓપન, 1 ઓસ્ટ્રેલિયન ઓપન અને 2 વખત વિમ્બલ્ડનનું ટાઈટલ જીત્યા છે. નડાલ સેમીફાઈનલમાં આર્જેન્ટિનાના ડિએગો શ્વાર્જમેનને 6-3, 6-3, 7-6 (7/0)થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યા હતા. તો, નોવાક જોકોવિચે સેમીફાઈનલ મુકાબલામાં 5મો નંબર ધરાવતા ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 6-3, 6-2, 5-7, 6-4, 6-1થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
 
વર્લ્ડ નંબર-2 નડાલે અત્યાર સુધીમાં ફ્રેંચ ઓપનના ઈતિહાસમાં માત્ર બે મેચમાં જ હારનો સામનો કર્યો છે. જોકોવિચ તે બે ખેલાડીઓમાં સામલે છે, જેઓએ નડાલને ફ્રેંચ ઓપનના કોઈ મેચમાં હરાવ્યા છે. જોકોવિચે 2015ના ક્વાર્ટર ફાઈનલમાં નડાલને હરાવ્યા હતા. તે પહેલાં 2009માં સ્વીડનના રોબિન સોડરલિંગે પણ નડાલને ચોથા રાઉન્ડમાં મેચ હરાવી ચુક્યા છે