શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (20:12 IST)

સાવધાન - કોરોના મહામારીમાં લોકો રોમાંસના નામે પણ તમારી સાથે દગો કરી શકે છે

જ્યારે આખુ વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે અને રોજ હજારો લોકોનો જીવ જઈ રહ્યો છે, આ દરમિયાન પણ અપરાધી ફ્રોડ કરવાથી ચુકતા નથી. મહામારી દરમિયાન બ્રિટનમા રોમાંસ ફ્રોડ કે ડેટિંગ ફ્રોડના મામલામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ડેટિંગના બહાને લોકોને અરબોની ચપત લાગી ચુકી છે. 
 
બ્રિટનમાં સાઈબર ક્રાઈમ અને ફ્રોડ મામલાની માહિતી રાખનારી સંસ્થા એક્શન ફ્રોડે ગુરૂવારે કહ્યુ કે ઓગસ્ટ 2019થી લઅઈન ઓગસ્ટ 2020 સુધી લોકોની 6 અરબથી વધુ રૂપિયાનો ચુનો લાગી ચુક્યો છે. આ હિસાબથી ફ્રોડનો શિકાર થયેલ પ્રતિ વ્યક્તિનુ આ નુકશાન લગભગ 95 લાખ રૂપિયાનુ છે. બીજી બાજુ આ વર્ષે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કંપનીએ દર મહિને 600થી વધુ રોમાંસ ફ્રોડના મામલા નોંધ્યા છે.  આ દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હતુ. 
 
રોમાંસ ફ્રોડ અથવા ડેટિંગ ફ્રોડ એ એક એવો ગુનો છે જ્યાં લોકો કોઈને ડેટિંગ એપ દ્વારા ઓનલાઈન મળે છે. થોડા અઠવાડિયા, મહિનાની વાતચીત પછી, વ્યક્તિ સામેવાળા પર વિશ્વાસ કરે છે. તેને ખબર નથી કે સામેનો માણસ તેની સાથે ફ્રોડ કરવા જઇ રહ્યો છે. ફ્રોડ વિશ્વના કોઈપણ ભાગમાંથી થઈ શકે છે.
 
એક્શન ફ્રોડએ જણાવ્યુ કે ગુનેગારનું એક જ લક્ષ્ય હોય છે અને તે છે સામેવાળી વ્યક્તિના પૈસા કબજે કરવા અથવા તેની વ્યક્તિગત માહિતી ચોરી કરવામાં આવે. સંસ્થાએ  લોકોમાં રોમાંસ ફ્રોડ અંગે જાગૃતતા લાવવા માટે અનેક ઝુંબેશ પણ શરૂ કરી છે, જેથી લોકોને તેના વિશે જાણકારી મળી શકે.
 
લંડન પોલીસના એલેક્સ રોથવેલે કહ્યું હતું કે રોમાંસ ફ્રોડ એ એક એવો અપરાધ છે જે લોકોને આર્થિક અને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું હતું કે ફ્રોડ કરનારાઓ સર્ચ કરવામાં કલાકો વિતાવે છે, ખાસ કરીને જ્યારે રોમાંસ ફ્રોડ કરે છે. અમે દરેકને કહીએ છીએ કે કોઈ વ્યક્તિને જોઈને જાવ, ન કે તેની પ્રોફાઇલ જોઈને. આ તમારી અને તમારા નાણાંની સુરક્ષા કરી શકે છે