શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (11:44 IST)

પાકિસ્તાનમાં 'ચુડેલ્સ' વેબ સિરીઝ પર બૈનને લઈને વિવાદ, લોકો બોલ્યા - આ શરમજનક વાત છે

પાકિસ્તાનમાં ચુડેલ્સ વેબ સીરિઝ પર પ્રતિબંધ લાગવાથી વિવાદ ઉભો થયો છે. ત્યા ટીવી અને ફિલ્મી કલાકારો સાથે સામાન્ય લોકો પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અનેક લોકોએ તેને પાકિસ્તાન માટે શરમની વાત કહી છે. લોકોનુ કહેવુ છે કે આપના દેશમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને રેપને ટીવી પર બતાવી શકાય છે પણ તેનાથી આપણા સમજના ઠેકેદાર ગભરાય ગયા છે. આ લોકો દેશમાં ફક્ત પાખંડને પ્રોત્સાહિત કરવા માંગે છે. 
 
સીરીઝના ડાયરેક્ટર એ પાક સરકાર પર કાઢી ભડાસ 
 
ચુડેલ્સ વેબ સીરીઝને પ્રતિબંધિત કરતા બ્રિટિશ-પાકિસ્તાની ડાયરેક્ટર આસિમ અબ્બાસીએ પણ પાકિસ્તાની સરકાર પર જોરદર હુમલો બોલ્યો છે. તેમને કહ્યુ કે કેટલી વિચિત્ર વાત છે કે એક બાજુ 'ચુડેલ્સ' ની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તો બીજી બાજુ તેના પર આપણા જ દેશમાં રોક લગાવી દેવામાં આવી છે.  અબ્બાસીએ તેને કલાકારોની આઝાદીને કચડવા સમાન બતાવ્યુ છે. 
 
પાકિસ્તાનમાં કેમ લાગ્યો પ્રતિબંધ 
 
ભારતમાં જી-5 પર પ્રસારિત આ સીરીયલ પુરૂષ વર્ચસ્વ ધરાવતા સમાજની વાસ્તવિકતા બતાવવામાં આવી છે. તેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. બાળ દુર્વ્યવહાર, બળજબરીથી લગ્ન, અપમાનજનક મજૂરીની સ્થિતિ, જાતિ અને વર્ગનું વર્ચસ્વ અને આત્મહત્યા જેવી સામાજિક અનિષ્ટિઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આથી જ પાકિસ્તાનના સામાજીક ઠેકેદારોએ આ સીરીઝને બૈન કરવાનુ સરકાર પર દબાણ કર્યું હતું.